વિજિલન્સ વિભાગની કાર્યવાહી

નિમણુક સમયે ૨૦૦૭માં સરકારી અધિકારી પર કરેલા કથિત હુમલાને જાહેર કર્યો નહતો 

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. વિજિલન્સ ડિપાર્ટમેન્ટે કેજરીવાલના પ્રાઈવેટ સેક્રેટરી વિભવ કુમારને ફરજ મુક્ત કર્યા છે.ઈડીને એક્સાઈઝ કૌભાંડમાં અનેક વખત તેમની પૂછપરછ કરી હતી. 

ડિરેક્ટોરેટ ઓફ વિજિલન્સે  નિમણુક સમયે નિયમોના કથિત ઉલ્લંઘન બદલ અરવિંદ કેજરીવાલના પર્સનલ સેક્રેટરીને બરતરફ કર્યા છે. બિભવ કુમારની સેવાઓ તાત્કાલિક અસરથી સમાપ્ત કરવામાં આવી છે. આરોપ છે કે, તેમની નિમણુક અસ્થાયી નિમણુકો સંબંધિત કેન્દ્રીય સિવિલ સર્વિસ નિયમોનું ઉલ્લંઘન કરીને કરવામાં આવી હતી. 

બિભવ કુમાર પર ૨૦૦૭માં  નોઈડામાં સરકારી અધિકારી પર કથિત રીતે હુમલો કરવાનો આરોપ લાગ્યો હતો.જે તેમની નિમણુક સમયે જાહેર કરવામાં આવ્યો નહતો. આપે કાર્યવાહી બદલ લેફ્ટનન્ટ ગવર્નર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતાં. તેમણે આમ આદમી પાર્ટીની સાથે કેજરીવાલની દિલ્હી સરકારને ઉખાડી ફેંકવાના પ્રયત્નો કરવાનો આરોપ લગાવ્યો હતો.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *