Surat Corporation : સ્વચ્છતા માટે દેશમાં પહેલો નંબર ધરાવતી સુરત મહાનગરપાલિકા આ ક્રમ જાળવી રાખવા માટે લોકોને સ્વચ્છતા માટે અપીલ કરે છે. પરંતુ સ્વચ્છતાના મુદ્દે દીવા તળે અંધારું હોય તેવો પાલિકાનો ઘાટ થઈ રહ્યો છે. સુરતના મેયરે આજે (14 ઓગસ્ટ) વરાછા એ ઝોનની સરપ્રાઈઝ વિઝીટ લીધી અને તેમને વરાછા ઝોનની કેટલીક ઓફિસમાં સ્વચ્છતા ન હોવાનું જણાયું હતું. તેઓએ સ્વચ્છતા જાળવવા માટે પાલિકાના અધિકારીઓને તાકીદ કરી હતી. જોકે, લોકોને ગંદકી માટે દંડ કરનારી પાલિકાની ઓફિસમાં જ ગંદકી તો કોની સામે પગલાં ભરાશે ? તે પ્રશ્ન ઉભો થયો છે. 

સુરતના મેયર દક્ષેશ માવાણી આજે સુરત પાલિકાના વરાછા એ ઝોનની સરપ્રાઈઝ વિઝીટ માટે ગયા હતા. તેમાં કેટલીક ઓફિસમાં મેયરને સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. જેના કારણે તેઓએ અધિકારીને ભેગા કરીને પાલિકાની કચેરીમાં સ્વચ્છતા જાળવવા માટે તાકીદ કરી હતી.

જોકે, મેયરની આ સરપ્રાઈઝ વિઝીટના કારણે લોકોને સ્વચ્છતાના પાઠ ભણાવતી પાલિકાની કચેરીમાં જ સ્વચ્છતા નથી તે પ્રશ્ન ઉભો થયો છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત અને ઈન્દોર પહેલા નંબરે દેશમાં આવ્યા છે. ત્યારબાદ પાલિકા તંત્રએ આગામી સ્વચ્છતા સર્વેક્ષણ માટે અત્યારથી જ તૈયારી શરુ કરી દીધી છે. 

આ પણ વાંચો : સુરત પાલિકામાં દલા તરવાડીનું રાજ : મેનપાવર સપ્લાય કરનારી એજન્સીને ટેન્ડર વિના જ 3 વર્ષના કોન્ટ્રાક્ટ આપ્યા બાદ હવે યુ-ટર્ન

સુરત પાલિકા લોકોને સ્વચ્છતામાં નંબર વન જાળવવા માટે અપીલ કરી રહી છે અને સ્વચ્છતાના પાઠ ભણાવી રહી છે. તેવામાં પાલિકાની વરાછા એ ઝોન કચેરીમાં જ ગંદકી દેખાઈ છે તે પાલિકા માટે શરમનો વિષય છે. જો લોકો ગંદકી કરે તો પાલિકા લોકોને દંડ ફટકારે છે અને નોટિસ પણ ફટકારે છે. અહી તો ખુદ પાલિકાની કચેરીમાં જ ગંદકી જોવા મળી છે. તે હવે નોટિસ કોને મળશે કે દંડ કોની પાસે વસુલાશે તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *