અમદાવાદ,સોમવાર

સરદારનગરમાં મકાન લે-વેચનો વ્યવસાય કરતા યુવકે અગાઉ પડોશમાં રહેતા મિત્રને હાથ ઉછીના રૃપિયા સાત લાખ આપ્યા હતા. બીજીતરફ રૃપિયાની સામે મકાન આપવાની વાત કરી હતી જોકે મિત્રએ રૃપિયા પરત આપવાના બદલે માર મારીને હું રૃપિયા નહી આપું કહીને ફસાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે સરદારનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મકાન આપવાની વાત કરી,નોટરી કરાર કરવા જતાં હું રૃપિયા નહી આપું કહીને હુમલો કરી ફસાવી દેવાની ધમકી આપી

કુબેરનગરમાં રહેતા અને મકાન લે-વેચનું કામ કરતા યુવકે તાપી જિલ્લાના સોનગઢ  ખાતે રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે આરોપી અગાઉ તેમની સોસાયટીમાં રહેતા હતા જેથી તેઓએ રૃપિયા જરૃર પડતા ફરિયાદી  પાસેથી ઉછીના રૃા. ૩ લાખ લીધા હતા ત્યારબાદ ફરીથી જરૃર પડતા રૃા. ૨ લાખ લીધા હતા બીજીતરફ ગઇકાલે વધુ રૃપિયાની જરૃર પડતા તેઓ ફરિયાદી પાસે આવ્યા હતા અને રૃા. ૨ લાખની માંગણી કરી હતી એટલું જ નહી કુબેરનગરમાં આવેલ મકાન સમજૂતી કરાર કરીને આપવાની વાત કરી હતી સામે તેને વેચીને રૃપિયા ના આપું ત્યાં સુધી મકાનનો કબજો ફરિયાદી પાસે રહેશે તેમ જણાવ્યું હતું.

જેથી ફરિયાદી તેમેને રૃા. ૨ લાખ આપ્યા બાદ નોટરી કરાર કરાવવા જતા હતા ત્યારે આરોપીએ કહ્યું કે હું તને રૃપિયા ના આપું તો શુ કરીશ કહીને ગાળો બોલીને માર મારવા લાગ્યો હતો અને ક્યાંક ફસાવી દેવાની ધમકી આપી હતી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *