Image : File photo

Ahmedabad: ચોમાસામાં વરસાદ પડતાં દેડકાં જોવા મળે કે ના મળે પણ સહેજ વરસાદમાં અમદાવાદના રોડમાં ખાડા તો અવશ્ય જોવા મળશે જ. અમદાવાદમાં હાલ સંભવતઃ કોઈ એવો વિસ્તાર બાકી નહીં હોય જ્યાં ભૂવા ના પડ્યા હોય કે રસ્તા ઉબડખાબડ બન્યા ના હોય. રસ્તા પરના ખાડાને લીધે કમરદર્દ ધરાવતાં દર્દીઓની સંખ્યામાં પણ 30 ટકા જેટલો વધારો થયો છે.  અમદાવાદ માત્ર નામથી જ ‘સ્માર્ટ સિટી’  છે. પરંતુ ચોમાસામાં જે રીતે રોડ રસ્તાઓ ધોવાય છે તેને જોઈને સ્માર્ટ સિટીની પોલ ખુલેલી જોવા મળી છે. રોડ પરના ખાડાને લીધે ઑર્થોપેડિક પાસે લોઅર બેક પેઇનના દર્દીઓના પ્રમાણમાં પણ વધારો થઈ ગયો છે. રોડના ખાડાથી ડિસ્ક જોઇન્ટ્‌સ પર દબાણ વધે છે. જો આમ નિયમિતરૂપે થવા લાગે તો તે વધુ ગંભીર સમસ્યા સર્જે છે. 

સરકારી હૉસ્પિટલમાં ઑર્થોના દર્દીઓનો રાફડો ફાટ્યો

ખરાબ રોડ રસ્તાઓના કારણે લોકો કમર દર્દ, કરોડરજ્જુ અને હાડકાંને લાગતા રોગોના શિકાર થયા છે. તેને લઈ ખાનગી હૉસ્પિટલથી માંડી સરકારી હૉસ્પિટલમાં ઑર્થોના દર્દીઓનો રાફડો ફાટ્યો છે. અમદાવાદની અસારવા અને સોલા સિવિલમાં ઑર્થોપેડીક વિભાગની ઓપીડીમાં કેસોનો ધરખમ વધારો જોવા મળ્યો છે. અસારવા સિવિલના ઑર્થોપેડિક વિભાગમાં દરરોજ આવતાં 100માંથી સરેરાશ 60 દર્દી બેક પેઇનની સમસ્યા ધરાવનારા હોય છે. 

બેક પેઇનની સમસ્યાના દર્દીઓની સંખ્યામાં વધારો

ઑર્થોપેડિક ડૉક્ટરોના મતે રોડ પરના ખાડામાં સતત વાહન લઈને જવાનું થાય તો તેનાથી બેક પેઇન, કરોડરજ્જુમાં સમસ્યા સર્જાઈ શકે છે. આ અંગે સિવિલ હૉસ્પિટલની સ્પાઇન ઇન્સ્ટિટ્યુટના ડિરેક્ટર ડૉ. પિયુષ મિત્તલે જણાવ્યું કે, ‘ સામાન્ય રીતે ચોમાસા દરમિયાન બેક પેઇનની સમસ્યા સાથે આવનારા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ જતો હોય છે. હાલના સમયે જે વ્યક્તિના હાડકાં નબળા હોય તેમને ઑર્થોપેડિક ડૉક્ટરોના મતે રોડ પરના ખાડામાં સતત વાહન લઈને જવાનું થાય તો તેનાથી બેક પેઇન, કરોડરજ્જુમાં સમસ્યા સર્જાઈ શકે છે. 

આ પણ વાંચો : સાબરમતી નદીમાં મોટી કરુણાંતિકા, દશામાની મૂર્તિ વિસર્જન વખતે બાળકી ડૂબી, બચાવવા જતાં 3નાં મોત

વાહનમાં જતી વખતે ખાસ તકેદારી રાખવી જોઇએ

આ અંગે સિવિલ હૉસ્પિટલની સ્પાઇન ઇન્સ્ટિટ્યુટના ડિરેક્ટર ડૉ. પિયુષ મિત્તલે જણાવ્યું કે, ‘સામાન્ય રીતે ચોમાસા દરમિયાન બેક પેઇનની સમસ્યા સાથે આવનારા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ જતો હોય છે. હાલના સમયે જે વ્યક્તિના હાડકાં નબળા હોય તેમને વાહનમાં જતી વખતે ખાસ તકેદારી રાખવી જોઈએ. કેમકે, રોડ પરના ખાડામાં વાહન ચલાવવાને લીધે મણકામાં હેરલાઇન ક્રેક થવાની સમસ્યા પણ તેમને થઈ શકે છે. હાલના સમયમાં ખાડો આવે ત્યારે વાહન ધીમું ચલાવવું જ શ્રેષ્ઠ ઉપાય છે. બેક પેઇનની સમસ્યા હવે યુવાનોમાં પણ વધી છે. બેઠાડું જીવન, લોંગ ડ્રાઇવ કરવું, ખરાબ રોડ, આખો દિવસ વજનદાર બેગ ઉંચકવાને લીધે 30થી ઓછી વયના યુવાનોમાં પણ બેક પેઇનની સમસ્યા જોવા મળે છે.’

આ પણ વાંચો : ગુજરાતનું ‘જામતારા’, ભાડુતી બેન્ક ખાતા દ્વારા સાયબર ફ્રોડના પૈસાની હેરાફેરીનું દેશવ્યાપી કૌભાંડ પકડાયું

નબળા રોડ બનાવનારા સામે કોઈ પગલાં કેમ નહીં…

રોડ પરના ખાડાને લીધે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. લોકોમાં એ વાતનો આક્રોશ છે કે, વાહનચાલક ટ્રાફિકના નિયમનો સહેજપણ ભંગ કરે તો તેને તેના માટે આકરો દંડ ચૂકવવો પડે છે. પરંતુ રોડ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવેલા રોડમાં ૬ મહિના કે એક વર્ષમાં જ ખાડા પડવા લાગે તેમ છતાં તેની સામે કોઈ દંડ લેવાતો નથી કે બ્લેક લિસ્ટ પણ કરવાની તસ્દી લેવામાં આવતી નથી. અમદાવાદના અનેક રસ્તામાં તો સ્ટ્રિટ લાઇટ પણ બંધ અવસ્થામાં છે. જેના કારણે રાત્રિના સમયે વાહન ચલાવતી વખતે તેમને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. 

તંત્ર તો કુંભકર્ણ નિદ્રામાં છે પણ વાહનચાલકોએ શું ઘ્યાન રાખવું..

• અગાઉથી જ બેક પેઇન કે સર્વાઇકલની સમસ્યાથી પરેશાન હોય તેમણે વાહન ચલાવતી વખતે લમ્બો-સેકરલ બેલ્ટ કે સર્વિકલ કોલર પહેરી રાખવો જોઈએ.

• માત્ર કાર ચાલક જ નહીં તેમની સાથે હોય તેમણે પણ ફરજિયાત સીટ બેલ્ટ પહેરવો જોઈએ, જેથી રસ્તામાં ખાડાને લીધે આવતા જર્કથી બચી શકાય. 

• વાહનચાલકે વધુ પડતી ઝડપથી વાહન ચલાવવાનું તેમજ અચાકનક બ્રેક મારવાનું પણ ટાળવું જોઈએ. 

• રોડ પરના ખાડા, અસમતોલ રોડથી જેમના નબળા સાંધા હોય તેમને સ્પાઇનલ પ્રોબ્લેમ થવાની સમસ્યા વધી જતી હોય છે.

ડાબા પગમાં દુઃખાવાના દર્દીઓ પણ વઘ્યા…

ખાડા જ નહીં પગમાં દુઃખાવાની સમસ્યાના દર્દીઓ પણ વધારો થયો છે.  ખાડાને લીધે વારંવાર ક્લચનો ઉપયોગ કરવાથી કેટલાક કારચાલકો ડાબા પગમાં અસહ્ય દુઃખાવાની ફરિયાદ સાથે પણ આવતાં હોય છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *