Image : AI
Ahmedabad: ઘાટલોડિયા અને રાણિપમાં કેટલાક ટ્રસ્ટી અને આચાર્યોએ પોતાની શાળાના વિજ્ઞાન પ્રવાહના શિક્ષકોને છૂટા કરીને સંપૂર્ણ કોચિંગ ક્લાસિસને હવાલે કરી દીધી છે. ધોરણ-11 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓનો સમય અને ફી પણ કોચિંગ ક્લાસીસ દ્વારા નક્કી થાય છે. અને તેમને શાળામાં જવાને બદલે સીધા જ કોચિંગમાં વાળી દેવામાં આવે છે. જો કે આ પ્રથામાં સંચાલક, આચાર્ય ઉપરાંત વાલીઓ પણ ભારોભાર જવાબદાર છે.
વિદ્યાર્થીઓ શાળાએ માત્ર હાજરી પૂરાવવા જાય છે
હાલમાં વિજ્ઞાન પ્રવાહમાં ચાલી રહેલા ડમી કલ્ચરને કારણે લગભગ ગુજરાતમાં મોટા ભાગના નાના-મોટા સેન્ટરોમાં વિદ્યાર્થીઓ શાળાએ માત્ર હાજરી પૂરાવવા જાય અને ભણવા માટે કોચિંગ ક્લાસમાં જાય એ વાત સર્વ વિદિત છે. આધારભૂત સૂત્રો દ્વારા જાણવા માળ્યું છે કે શાળા મેનેજમેન્ટમાં જ કોચિંગ ક્લાસિસનું સંપૂર્ણ આધિપત્ય સ્વીકારી રાણિપ, ઘાટલોડિયાની કેટલીક શાળાઓએ પણ અમદાવાદમાં એક નવા પ્રકારની પ્રાઈવેટ શિક્ષણ વ્યવસ્થા પોતાની રીતે સરકારની શેહશરમ રાખ્યા વિના જ ચાલુ કરી દીધી છે. આ અંગે જાણવા હોવા છતાં પણ જિલ્લા શિક્ષણાધિકારી પણ આંખ આડા કાન કરતા હોય તેવું જણાય છે.
આ પણ વાંચો : ચોરોએ અયોધ્યાને પણ ન છોડી, રામપથ પર લાગેલી 3800 લાઈટો ચોરી, કિંમત જાણીને ચોંકી જશો
ડમી શાળાઓના વિદ્યાર્થીઓમાં તણવાનું પ્રમાણ વધારે
આ અંગે અમદાવાદના એક જાણીતા સાઈક્યાટ્રિસ્ટ જણાવે છે કે હમણાં જે બાળકોના કેસીસ આવી રહ્યા છે તેમાં અગિયારમા અને બારમા ધોરણના મોટા ભાગના વિદ્યાર્થીઓમાં જે તણાવ જોવા મેળી રહ્યો તેમાં ડમી શાળાઓના વિદ્યાર્થીઓનું પ્રમાણ વિશેષ છે. લગભગ 80 ટકા વિદ્યાર્થીઓ માત્ર અભ્યાસના પ્રેશરને કારણે તેમની ગમતી પ્રવૃત્તિ ન કરી શકવાને કારણે કાઉન્સિલિંગ માટે આવે છે. આવા વિદ્યાર્થીઓમાં સતત અભ્યાસનું રટણ, સતત પરીક્ષાનું ટેન્શન અને નિષ્ક્રિયતા વધવા લાગે છે. આવા બાળકોને અમે થોડા દિવસ અભ્યાસ છોડીને બીજી ગમતી પ્રવૃત્તિઓ કરવાનું જણાવીએ છીએ. જેથી બાળક નોર્મલ બને. ડમી શાળાના વિદ્યાર્થીઓ માર્ક્સ સારા લાવે તો પણ તેમની પર્સનાલિટીમાં ડિસઓર્ડર વિશેષ જોઈ શકાય છે.
સર્વાંગી વિકાસ શાળા જ આપી શકે : રાજુભાઈ ગઢવી
હાલમાં શિક્ષણમાં ચાલી રહેલા બી કલ્ચર અંગે વાત કરતાં દિવાન બલ્લુભાઈના નિવૃત ઈનચાર્જ આચાર્ય રાજુભાઈ ગઢવી જણાવ્યું હતું કે સર્વાંગી વિકાસ શાળા જ આપી શકે. કોચિંગ ક્લાસિસમાં આ શક્ય જ નથી. માત્ર માર્કસ લાવવા પૂરતી માનસિક્તા વિદ્યાર્થીઓને નુકસાન કરી રહી છે. કિશોરાવસ્થામાં ધોરણ- 11 અને 12 મહત્ત્વના વર્ષ છે પરંતુ આ વર્ષોમાં બાળકોમાં નેતૃત્ત્વ, સ્પોર્ટ્સ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું એક આગવું મહત્વ હોય છે. કિશોરાવસ્થામાંથી બાળકને માત્ર અભ્યાસ તરફ જ ફેરવી દેવામાં આવે તો તેની અનેક વિપરિત અસરો તેના માનસ પર પડી શકે છે.