અમદાવાદ,ગુરૂવાર

નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટીના નામથી ભળતું બેંક એકાઉન્ટ ખોલાવીને
આવકવેરામાં ૧૦૦ રિબેટની ખાતરી આપીને સોશિયલ મિડીયા પર પોસ્ટ મુકીને છેતરપિંડી કરનાર
વ્યક્તિને અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. ઝડપાયેલા વ્યક્તિએ
બંધન બેંકમાં એકાઉન્ટ ખોલીને ૮૬ લોકો પાસેથી ૨.૮૦ કરોડની  માતબર રકમ ઉઘરાવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો
છે. એટલું જ નહી તેણે એનસીપીના નામની બનાવટી પહોંચ પણ આપી હતી. ધોરણ ૧૨ નાપાસ વ્યક્તિ
દ્વારા આચરવામાં આવેલા કૌભાંડને લઇને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.આ કેસની વધુ તપાસમાં અનેક
ચોકાવનારા ખુલાસા થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.
 શહેરના બોડકદેવમાં આવેલા કર્ણાવતી એપાર્ટમેન્ટમાં રહેતા હેમાંગભાઇ
શાહ એનસીપીમાં ખજાનચી તરીકે ફરજ બજાવે છે. 
તેમણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી કે કોઇ વ્યક્તિએ એનસીપીના ભળતા નામથી
બેંક એકાઉન્ટ ખોલાવીને આવકવેરામાં ૧૦૦ ટકા રિબેટની ખાતરી આપતી જાહેરાત સોશિયલ મિડીયામાં
મુકી હતી. જેના આધારે તે ડોનેશન ઉઘરાવીને છેતરપિંડી આચરતો હતો. જેના આધારે સાયબર ક્રાઇમે
તપાસ શરૂ કરી હતી. જેમાં ટેકનીકલ સર્વલન્સના આધારે પોલીસે મોહંમદ આમીર શેખ નામના યુવકને
ઝડપી લીધો હતો. તેણે કાલુપુરમાં આવેલી બંધન બેંકમાં નેચર્સ સિરિયલ પેકેજિંગના નામ
ે એકાઉન્ટ ખોલ્યું હતું. જેને તે શોર્ટમાં એનસીપી કહીને સોશિયલ મિડીયા પર પોસ્ટ મુકતો
હતો. જેમાં એનસીપીનોે લોગો લગાવીને આપેલા ડોનેશન પર આવકવેરામાં ૧૦૦ ટકા રિબેટનું કહીને
ઓનલાઇન નાણાં લેતો હતો. તેમજ એનસીપીના નામની પહોંચ પણ આપતો હતો.  પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી કે
નવેમ્બર ૨૦૨૩ બાદ બેંક એકાઉન્ટમાં ૮૬ લોકોએ ૨.૮૦ લાખની રકમ જમા કરાવી હતી.જો કે તે
રકમને ઓનલાઇન અન્ય બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને ઉપાડતો હતો. 
કોઇને શંકા ન જાય તે માટે અન્ય વ્યક્તિના દસ્તાવેજના આધારે તેણે
બેંક એકાઉન્ટ ખોલાવ્યું હતું અને તેણે પોતાનો બીજો નંબર  બેંકમાં રજીસ્ટર્ડ કરાવ્યો હતો. વટવામાં તેણે ઓફિસ
પણ શરૂ કરી હતી. કોઇ વ્યક્તિ તેને પાર્ટીના નામે મળવા આવે ત્યારે એનસીપીનું બોર્ડ લગાવતો
હતો
. જેથી કોઇને
શંકા ન ઉપજે.
સૌથી ચોંકાવનારી વાત એ હતી કે મોહંમદ શેખ ધોરણ ૧૨ નાપાસ   છે. તે અગાઉ ડીમેટ  એકાઉન્ટ ઓપન કરવાનું કામ કરતો હતો. જે બાદ તેણે
અન્ય નામે બેંક એકાઉન્ટ ખોલીને છેતરપિંડી આચરવાની મોડ્સ ઓપરેન્ડી અપનાવી છેતરપિંડી
શરૂ કરી હતી. તેની સાથે અન્ય લોકોની સંડોવણીની શક્યતાને આધારે પોલીસે વધુ તપાસ શરૂ
કરી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *