અમદાવાદ, રવિવાર
રામોલમાં પ્રેમિકાએ પૂર્વ પ્રેમીને આપેલા રૃપિયા બે હજાર પરત માંગતા પ્રેમીએ પતિ અને પત્નીને માર મારીને ચાકુના ઘા માર્યા હતા. પોલીસ તપાસમાં મહિલા આઠ મહિના પ્રેમી સાથે રહેતી હતી તે સમયે ગેસના બાટલા માટે રૃપિયા આપ્યા હતા. તે પાછા માગતા બનાવ બન્યો હતો. આ ઘટના અંગે રામોલ પોલીસે પૂર્વ પ્રેમી સામે ગુનો નોેંધી વધુ તપાસ હાથ ધરી છે.
કાય કે પૈસે કુછ નહી મિલેગા કહી પ્રેમિકાની મારી બોચી પકડી માર મારી ચાકુથી હુમલો કર્યો પતિ છોડવાવા વચ્ચે પડતાં તેને પણ ચાકુના ઘા માર્યા
રામોલ વિસ્તારમાં રહેતી મહિલાએ રામોલ પોલીસ સ્ટેશનમાં પૂર્વ પ્રેમી સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના ત્રણ વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા. બીજીતરફ એક વર્ષ અગાઉ તે બહેનને લેવા ગઇ હતી તે સમયે આરોપી યુવક સાથે તેની મુલાકાત થયા બાદ બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો એટલું જ નહી આઠ મહિના સુધી સાથે રહ્યા હતા. પરંતુ પ્રેમી સારી રીતે રાખતો ન હતો અને શંકા વહેમ રાખતો હોવાથી ત્રણ મહિનાથી મહિલા તેની બહેનના ઘરે રહેવા જતી રહી છે.
ત્યારબાદ લગ્ન કરીને દોઢેક મહિનાથી પતિ સાથે રહેતી હતી અઠવાડિયા પહેલા મહિલા સીટીએમ પાસે હાજર હતી તે સમયે પૂર્વ પ્રેમી સાથે મુલાકાત થઇ હતી તેણે ગેસના બાટલા માટે આપેલ રૃા. બે હજાર પરત માંગતા બે-ચાર દિવસમાં આપવાની વાત કરી હતી. તા. ૧૩ના રોજ મહિલા આરોપીના ઘરે રૃપિયા લેવા માટે ગઇ હતી ત્યારે માર મારીને કાઢી મૂકી હતી. જેથી ફરીથી પતિ સાથે મહિલા આરોપીના ઘરે ગઇ હતી. જ્યાં રૃપિયા માગતા આરોપીએ કાય કે પૈસે કુછ નહી મિલેગા કહીને મહિલાને લાફો મારીને બોચી પકડીને માર મારીને ચાકુના ઘા માર્યા હતા આ સમયે છોડાવવા વચ્ચે મહિલાના પતિને પણ ચાકુના ઘા માર્યા હતા. બુમાબુમ થતા આસપાસના લોકો ભેગા થતા આરોેપી ભાગી ગયો હતો અને ઇજાગ્રસ્ત પતિ-પત્નીએ એલ.જી.હોસ્પિટલમાં સારવાર લીધી હતી અને બાદ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.