Marnus labuschagne bat retirement post: રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે ODI વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં જીત મેળવી હતી. ભારતે સતત 10 મેચ જીતીને ફાઇનલમાં જગ્યા મેળવી લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ ટાઇટલ મેચમાં ભારતને 6 વિકેટે હરાવીને ટ્રોફી પર કબજો કર્યો હતો. ભારતે 241 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટ્રેવિસ હેડ ઉપરાંત માર્નલ લેબુશેને પણ કરોડો ભારતીય ક્રિકેટ ચાહકોના દિલ તોડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હેડે 120 બોલમાં 133 રનની ઇનિંગ રમી હતી, જ્યારે લાબુશેન 110 બોલમાં 58 રન બનાવીને અણનમ રહ્યો હતો. બંનેએ ચોથી વિકેટ માટે 192 રનની ભાગીદારી કરી હતી. લાબુશેને ફરી એકવાર ભારતીયોના દિલ તોડી નાખ્યા છે. તેની એક પોસ્ટેના કારણે ઘણા ફેન્સના ઘા ફરી તાજા કરી દીધા છે.

ભાઈ આ પોસ્ટથી તે ભારતીયોના ઘા તાજા કર્યો, તે ઘા પર મીઠું ભભરાવ્યું, હોં: યુઝર

હકીકતમાં, લાબુશેન જે બેટથી અડધી સદી ફરકારી હતી, તેને  નિવૃત્તિ આપવાનું વિચારી રહ્યો છે. તેના બેટની સ્થિતિ બરોબર નથી. તેમણે સોમવારે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં લખ્યું હતું, “લાબુશેનની આ પોસ્ટને જોઈને લાગે છે કે, બેટને નિવૃત્ત કરવાનો સમય આવી ગયો છે, ઘણા ચાહકોએ તેની આ પોસ્ટને પસંદ કરી હતી અને સાથે ટોણો પણ માર્યો હતો. ” એક યુઝરે કમેન્ટમાં લખ્યું કે,  “ભાઈ આ પોસ્ટથી તે ભારતીયોના ઘા તાજા કર્યો, તે ઘા પર મીઠું ભભરાવ્યું, હોં.” તો બીજા એક યુઝરે ​​કહ્યું, “બેટની હાલત જોઈને લાગે છે કે તેને મ્યુઝિયમમાં રાખવું જોઈએ.” અન્ય એક યુઝરે લખ્યું કે, રોહિતભાઈએ પણ તેના બેટને નિવૃત્ત કરી દીધું, જેના વડે તેણે ટી20 વર્લ્ડ કપ 2024માં ઓસ્ટ્રેલિયા અને અન્ય ટીમોના ધજ્જિયા ઉડાવી હતી. ‘

લાબુશેનને ફાઇનલમાં અમ્પાયર કોલનો  મોટો ફાયદો મળ્યો હતો

અત્રે ઉલ્લેખનીય છે કે, લાબુશેનને ફાઇનલમાં અમ્પાયર કોલનો  મોટો ફાયદો મળ્યો હતો. જો ભારતને અમ્પાયરનું સાથ મળ્યો હોત તો, કદાચ ફાઈનલની સ્ટોરી બદલાઈ શકી હોત. જસપ્રિત બુમરાહે ઇનિંગની 28મી ઓવરમાં લબુશેનને વિકેટની સામે ફસાવી દીધો હતો. ભારતે LBW માટે અપીલ કરી હતી, પરંતુ અમ્પાયર રિચર્ડ કેટલબરોએ તેને નકારી કાઢી હતી. તેના પર રોહિતે રિવ્યુની માંગણી કરી હતી, ત્યારે રિવ્યુમાં જોવા મળ્યું કે,  બોલ વિકેટને સહેજ સ્પર્શીને ગયો હતો. જેના કારણે તેને અમ્પાયરનો કોલ જાહેર કરવામાં આવ્યો હતો. આ સ્થિતિમાં લેબુશેનને જીવનદાન મળ્યું હતું અને ભારત નિરાશ થયું. બુમરાહે તાજેતરમાં કહ્યું હતું કે, “સાચું હોવું કે ખોટું એ અલગ બાબત છે, પરંતુ ફાઇનલમાં મેં અમ્પાયરના કહેવા પર લાબુશેનની વિકેટ લીધી હતી. તેથી હવે પણ જ્યારે પણ હું રિચાર્ડને મળું છું, ત્યારે હું તેને કહું છું કે તમે તે આપી શક્યા હોત.”

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *