અદિતીના ડ્રેસમાં માઈક વાયર દેખાય છે
મિરરમાં ફરદીન ખાનના રિફલેક્શનના વીએફએક્સમાં પણ કાચું કપાયું છે
મુંબઇ: સંજય લીલા ભણશાળીની વેબ સીરઝ ‘હીરામંડી ઃ ધ ડાયમંડ બઝા’રનું ટ્રેલર હાલમાં રીલીઝ થયું છે. ચકોર દર્શકોએ તેમાં કેટલીક ભૂલો શોધી કાઢી છે. એક યુઝરે શેર કર્યુ ંહતુ ંકે, આદિતી રાવ હૈદરીના ડ્રેસમાં એક માઇક્રોફોન વાયર ચોંટી ગયેલો દેખાય છે. અદિતી રાવ હૈદરી અને મનિષા કોઈરાલાના દૃશ્યમાં આ ગફલત રહી ગઈ છે તેમ દર્શકોએ કહ્યું હતું. અન્ય એક યૂઝરે એમ જણાવ્યું હતું કે એક દૃશ્યમાં મિરરમાં કદાચ ફરદીન ખાનનું રિફલેક્શન દેખાય છે. પરંતુ, તેમાં વીએફએક્સનું કામ બરાબર થયું નથી. સંખ્યાબંધ ચાહકોએ આશા વ્યક્ત કરી હતી કે ફાઈનલ સીરીઝમાં આ બધી ભૂલો સુધારી લેવામાં આવી હશે.
બીજી તરફ કેટલાય ચાહકોએ ‘શોલે’ સહિતની ફિલ્મોમાં પણ આવી કેટલીય ભૂલો હોવાનું પણ યાદ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે અગાઉ આ સીરીઝના મેકિંગ સંદર્ભમાં સોનાક્ષી સિંહાએ જણાવ્યું હતું કે, સંજયભણશાલી નાની-નાની બાબતો પર અંગત રીતે ધ્યાન આપી રહ્યો છે. તે ટેબલક્લોથ થી લઇને પડદા, ચાનો કપ, ચમચી-દરેક વસ્તુ પર બારીકાઇથી ધ્યાન આપી રહ્યો છે. અમે પહેરેલા કોસ્ચ્યુમ્સ, ઘરેણા અમારા શરીર પરશોભી ઊઠયા છે.
તેણે વધુમાં કહ્યું હતું કે, ભણશાલીની ચકોર નજર છે તેમજ તેને કેવું અને શું જોઇએ છીએ તેના પર પણ ઝીણવટથી ધ્યાન આપે છે.