સુરત
નકારાયેલા
ચેકની લેણી રકમ ન ચુકવે તો વધુ ત્રણ માસની કેદઃ આરોપી વિરુધ્ધ બિનજામીનપાત્ર
વોરંટનો હુકમ
ધી
નાશિક મર્ચન્ટ્સ કો.ઓ.બેંકની ઉધના શાખામાંથી લીધેલી લોનના બાકી હપ્તાની ચુકવણી
પેટે આપેલા 36 હજારના ચેક રીટર્ન કેસમાં આરોપી લોન ધારકને એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ
મેજીસ્ટ્રેટ અર્જુનસિંહ પી.રણધીરે બે વર્ષની કેદની સજા ફટકારી છે.
ધી
નાશિક મર્ચન્ટ કો.ઓ.બેંકની ઉધના શાખામાંથી આરોપી પ્રિતેશકુમાર ભુપેન્દ્રભાઈ મહેતા
(રે.સ્તુતિ યુનિવર્સલ,પાલ)એ રૃ.2.90 લાખની લોન નિયત હપ્તામાં વ્યાજ સહિત
ચુકવવાની બાંહેધરી આપી મેળવી હતી.પરંતુ શરૃઆતમાં નિયત હપ્તા ભર્યા બાદ આરોપી
લોનધારકે અનિયમિત હપ્તા ભરવાના કારણે 36 હજારના બાકી હપ્તા
લેણાં નીકળતા હોઈ ફરિયાદી બેંકે ઉઘરાણી કરી હતી.જેથી આરોપીએ લેણી રકમના ચેક લખી
આપતા ફરિયાદી બેંકે તા.6-9-2012ના રોજ ચેક અપુરતા ભંડોળના
શેરા સાથે પરત ફરતા બેંકના ઓથોરાઈઝડ પર્સન પ્રહલાદ બી.મહાજને આરોપી લોનધારક
પ્રિતેશકુમાર મહેતા વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ નોંધાવાઇ હતી.
સુનાવણી
બાદ કોર્ટે આરોપીને દોષી ઠેરવી બે વર્ષની કેદ,ફરિયાદીને નકારાયેલા ચેકની લેણી રકમ ન ચુકવે
તો વધુ ત્રણ માસની કેદ અને ગેરહાજર આરોપી વિરુધ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઈસ્યુ કરવા હુકમ
કર્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે આરોપીને પ્રોબેશનનો લાભ આપવાના પક્ષમાં નથી કારણકે
આરોપીએ કાયદેસરનું લેણું ચુકવવાની જવાબદારીમાંથી છટકવા માટે આર્થિક પ્રકારનો ગુનો આચર્યો
છે.