– માનસી
રેસિડેન્સીમાં પંકજકુમારસિંહનો મૃતદેહ મળ્યો
: માથામાં ઇજાથી મોત થયાનો પોસ્ટમોર્ટમ
રિપોર્ટ

  સુરત,:

ડિંડોલી
ખાતે ગત સાંજે ઘરમાંથી  એક રેલ્વે
કર્મચારીનો  શંકાસ્પદ હાલતમા મૃતદેહ મળી
આવતા ચકચાર મચી જવા પામી હતી.

સ્મીમેર  હોસ્પિટલથી મળતી માહિતી મુજબ ડિંડોલી ખાતે માનસી
રેસિડેન્સીમાં રહેતા ૪૬ વર્ષીય પંકજકુમારસિંહ બંસીસિંહ બુધવારે સાંજે ઘરનો દરવાજો કોઇ
વ્યક્તિએ ખખડાવ્યો હતો. પણ અંદરથી જવાબ નહી આપતા તેમને શંકા જતા આજુબાજુના લોકો સહિતના
જાણ કરતા ત્યાં એકત્ર થઇ ગયા હતા. બાદમાં પોલીસ ત્યાં આવીને દરવાજો ધક્કો મારીને તોડીને
અંદર જતા રહસ્યમંય સંજોગોમાં પોતાના ઘરમાંથી તે અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવતા ચોકી
ગયા  હતા.જોકે તે પલંગ પરથી નીચે પડી જતા ટાઇલ્સ
સાથે માંથુ અથડાતા ઇજા થઇ હતી. એવુ પોલીસે કહ્યુ હતું. જયારે પાડોશીએ જણાવ્યું હતું
કે પંકજકુમાર મૂળ રાજસ્થાનના જયપુરના વતની હતા.તેઓ રેલ્વેમાં નોકરી કરતા હતા.તેમને
સંતાનમાં બે બાળકો છે
,પત્ની અને બાળકો વતન ખાતે રહે છે. જયારે તેઓ અહીં એકલા રહેતા હતા. જયારે તેને
તે દિવસથી ઝાડા સહિતની બિમાર હોવાથી શરીર  ટી
શર્ટ પહેરેલી હતી. જયારે સ્મીમેરમાં તેનું પોસ્ટમોર્ટમ થયા બાદ ડોકટરે કહ્યુ કે
,
તેના માંથામાં ઇજા થવાથી મોત થયુ હતુ. આ અંગે ડીંડોલી પોલીસે તપાસ હાથ
ધરી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *