સુરત

આરોપી કલ્પેશ કસવાળાએ 
પોતાના અને કુટુંબીજનોના નામે ડીમેટ ખાતા ખોલાવી રૃા.
2 કરોડનું રોકાણ
કરાવવામાં નરેન્દ્ર દુધાતને મદદ કરી હતી

  

સચીનના
એસઈઝેડ યુનિટ સહજાનંદ ટેક્નોલોજીસ કંપનીના
8 કરોડના નાણાંની ઉચાપત કરીને લુંટમાં ખપાવી
દેવાના ગુનાઈત કારસામાં કતારગામ પોલીસે જેલભેગા કરેલા આરોપી કલ્પેશ કસવાળાના જામીનની
માંગને એડીશ્નલ સેશન્સ કોર્ટે આરોપીની સક્રીય સંડોવણી તથા ગુનાઈત ઈતિહાસને ધ્યાને લઈને
નકારી કાઢી છે.

ડાયમંડ
ઉધોગમાં વપરાતી મશીનરીના ઉત્પાદન સાથે સંકળાયેલી સચીન જીઆઈડીસી સ્થિત એસઈઝેડ યુનિટ
સહજાનંદ ટેક્લોજીસ કંપનીના નાણાં કતારગામ ખાતે સેફ લોકરનો વહીવટ સંભાળતા આરોપી
નરેન્દ્ર દુધાતે પાંચેક વર્ષમાં આઠ કરોડના નાણાંની ઉચાપત કરી હતી.ત્યારબાદ ઉચાપતના
નાણાં પોતાના બાળપણના મિત્ર મૂળ અમરેલી રાજુલાના વતની સહઆરોપી કલ્પેશ પોપટ
કસવાળા(રે.રૃદ્રાક્ષ રેસીડેન્સી
,મોટા વરાછા)ના તથા તેના પરિવારના સભ્યોના નામે એન્જલ તથા ભણસાલી શેક
બ્રોકીંગ કંપનીમાં ડીમેટ એકાઉન્ટ ખોલાવીને ઉચાપતના નાણાં શેરબજારમાં રોકાણ કરવામાં
મદદ કરી હતી.ત્યારબાદ આરોપી નરેન્દ્ર દુધાતે સહઆરોપી કલ્પેશ કસવાળાની ંમદદથી રૃ.
5
ખ આપવાનું જણાવીને સહ આરોપી રોહિત વિનુ ઠુમ્મરને ઈન્કમ ટેક્સ
ઓફીસરનો સ્વાંગ સજાવીને કંપનીના ઉચાપતના નાણાં આપવા ન પડે તે માટે કાગળના થપ્પી
પાંચ થેલામાં મુકાવીને લુંટનો કારસો રચીને પુરાવાનો નાશ કરવાનું કાવતરું ઘડયું
હતુ.


કેસમાં જેલવાસ ભોગવતા આરોપી કલ્પેશ કસવાળાએ પ્રથમ દર્શનીય કેસના અભાવે જામીન મુક્ત
કરવા માંગ કરી હતી.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી ઉમેશ પાટીલે તપાસ અધિકારીની
એફીડેવિટ રજુ કરી જણાવ્યું હતું કે આરોપી વિરુધ્ધ સમગ્ર કારસામાં સક્રીય ભુમિકા ભજવી
હોવાનો પુરાવા છે.આરોપી વિરુધ્ધ અગાઉ ભાવનગર નિલમબાગ પોલીસમા પણ ગુનાઈત વિશ્વાસઘાત
ઠગાઈનો ગુનો નોંધાયો છે.આરોપીને જામીન આપવાથી સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની તથા
પોલીસ તપાસ પ્રભાવિત થવાની સંભાવના છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *