પ્રિયંકા પરિણિતીના લગ્નમાં આવી ન હતી
પ્રિયંકા બર્થ-ડે પાર્ટી તથા હોળી ઉજવણીમાં મનારા સાથે દેખાઈ પણ પરિણિતી નહોતી
મુંબઈ: કઝિન સિસ્ટર્સ પરિણિતી ચોપરા અને પ્રિયંકા ચોપરા વચ્ચેના સંબંધો વણસ્યા છે કે શું તેવી ગુસપુસ બોલીવૂડમાં થઈ
રહી છે.
તાજેતરમાં પ્રિયંકા ચોપરા ભારત આવી હતી ત્યારે તેણે હોળી સેલિબ્રેશનના ફોટા શેર કર્યા હતા. તેમાં તેની અન્ય કઝિન મનારા ચોપરા દેખાય છે પરંતુ પરિણિતી અને પ્રિયંકા સાથે દેખાયાં નથી. આ જ રીતે મનારાની બર્થ ડે પાર્ટીમાં પણ પ્રિયંકા પહોંચી હતી પરંતુ પરિણિતી જોવા મળી ન હતી. મનારાએ પણ પ્રિયંકાની નારાજગીનો ખ્યાલ રાખીને પરિણિતીને આમંત્રણ જ નહીં આપ્યું હોવાનું કહેવાય છે.
પરિણિતી ચોપરાના લગ્નમાં પણ પ્રિયંકા આવી ન હતી અને તેણે માત્ર સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવી દીધી હતી.
પ્રિયંકા આ વખતે બેબી માલતીને લઈને આવી હતી પરંતુ પરિણિતી ક્યાંય ભાણેજને રમાડવા પહોચી હોય તેવા ફોટા પણ જોવા મળ્યા નથી.
નેટયૂઝર્સ માને છે કે બંને બહેનો વચ્ચે શરુઆતથી કોલ્ડ વોર ચાલે છે. પ્રિયંકા પોતે બોલીવૂડમાં અતિશય સફળ હોવા છતાં પણ તેણે પરિણિતીને ક્યારેય યોગ્ય રીતે ગાઈડ કરી નથી.