પબ્લિસિટી સ્ટન્ટ હોવાની પણ ચર્ચા
ફોટા પડે એવી ઈચ્છા ન હતી તો સારા ચહેરો ઢાંકીને કેમ ન આવી : નેટ યૂઝર્સનો સવાલ
મુંબઈ: સારા અલી ખાન એક મંદિરની બહાર ગરીબોને મીઠાઈ વહેંચી રહી હોવાના ફોટા વાયરલ થયા છે. સારા આ સમયે ફોટા પાડી રહેલા પાપારાઝીઓ પર ગુસ્સો કરતી પણ જણાય છે. આ વીડિયો અંગે મિક્સ રિએક્શન આવી રહ્યાં છે.
કેટલાક લોકોના મતે સારા અલી ખાન ખુદ ના પાડી રહી છે છતાં પણ પાપારાઝી તેના ફોટા પાડવાનું ચાલુ રાખે છે એ અનુચિત છે. જોકે, ઘણા બધા નેટયૂઝર્સના મતે આ આખો પબ્લિસિટી સ્ટન્ટ હોવાનું જણાય છે. જો સારા અલી ખાન ગુપ્ત દાન કરવા ઈચ્છતી હતી તો તે ચહેરા પર સ્કાર્ફ કે માસ્ક બાંધીને આવી શકતી હતી. સારાની હાજરી સમયે પાપારાઝીઓ અગાઉથી મોજુદ હતા તે પણ યોગાનુયોગ હોય તેવી શક્યતા ઓછી છે.
બોલીવૂડમાં એ જાણીતું છે કે કેટલાક સ્ટાર્સ સામે ચાલીને જ પોતાના લોકેશન્સ વિશે પાપારાઝીઓને અગાઉથી જણાવતા હોય છે. જોેકે, પાપારાઝીઓ વીડિયો ઉતારતા હોય ત્યારે તેઓ એવો ડોળ કરે છે કે જાણે પાપારાઝીઓની હાજરીથી તેમને નવાઈ લાગી હોય.
સારાએ પણ તેની ‘અય વતન મેરે વતન’ ફિલ્મમાં એક્ટિંગની આકરી ટીકાઓ બાદ પોઝિટિવ ઈમેજ બનાવવા માટે આ ગતકડું કર્યું હોઈ શકે છે તેવી પણ માન્યતા કેટલાક નેટ યૂઝર્સ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.