કેનાલ પરથી ચાલતી વખતે લપસી જતા કેનાલમાં પડ્યા
ત્રણેય યુવકોના મૃતદેહ કેનાલમાંથી બહાર કઢાયા
ત્રણેય મૃતક લુણાવાડાના કોઠંબા ગામના રહેવાસી
પંચમહાલામાં દુ:ખદ ઘટના બની છે. જેમાં પાનમ કેનાલમાં ડૂબી જવાના કારણે 3 લોકોના મોત થયા છે. કેનાલ પરથી ચાલતી વખતે લપસી જતાં કેનાલમાં પડવાના કારણે એક જ પરિવારના 3 લોકોના મોત થયા છે. જેમના મૃતદેહને મહામહેનતે બહાર કાઢવામાં આવ્યા છે.
આ અંગેની માહિતી અનુસાર, પાનમ કેનાલ પરથી ચાલતી વખતે લપસી જતા કેનાલમાં પડ્યા હતા. જેમાં લુણાવાડાના કોઠંબા ગામના રહેવાસી અને એક જ પરિવારના ત્રણેય યુવકો પાણીમાં ડૂબી ગયા હતા. જેમને ઘણી મુશ્કેલી બાદ બહાર કાઢવામાં આવ્યા છે.
તેમજ રાત્રિનું અંધારુ થઈ જવાના કારણે ત્રણેય મૃતકોને બહાર કાઢવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે પાણી ઓછું થવાની સાથે જ ત્રણેય લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. તેમજ પોલીસ દ્વારા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.