અમદાવાદ,બુધવાર

શાહપુરમાં રમતા રમતા બાળકો વચ્ચે તકરાર થઇ હતી જેમાં પડોશીના પરિવારજનોએ યુવકને માર માર્યો હતો આ સમયે પત્ની છોડાવવા વચ્ચે પડતાં પત્નીને વાળ પકડીને હુમલો કર્યો હતો જો કે બુમાબુમ થતાં આસપાસના લોકો આવી ગયા હતા  અને છોડાવતા આરોપીઓ ભાગી ગયા હતા. આ બનાવ અંગે શાહપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ  ધરી છે.

તારા છોકરાને કાબુમાં રાખી શકતો નથી કહી પડોશીના પરિવારજનોએ દંપતીને ગાળો બોલી હુમલો કર્યો

જમાલપુરમાં રહેતા યુવકે શાહપુર પોલીસ સ્ટેશનમાં શાહપુરમાં પિતાના ઘરની પાસે રહેતા એકજ પરિવારના ચાર લોકો ફરિયાદ નોંધાવી છે કે રમજાન માસ  ચાલું હોવાથી પરિવારજનો સાથે ગઇકાલે સાંજે શાહપુરમાં પિતાના ઘરે આવ્યા હતા જ્યાં તેમનો સગીર દિકરો પડોશીના બાળકો સાથે રમતો હતો રમતા રમતા બાળકો વચ્ચે ઝઘડો થયો હતો. જેથી પડોશીએ આવીને તારા છોકરાને કાબુમાં રાખી શકતો નથી તેમ કહીને ગાળો બોલતા હતા જેથી યુવકે ગાળો કેમ બોલો છો કહેતા તેમની સાથે મારા મારી કરવા લાગ્યા હતા.

પરિવારના સભ્યો પણ આવેશમાં આવીને મારા મારી કરવા લાગ્યા હતા આ બનાવની જાણ થતાં યુવકની પત્ની છોડાવવા વચ્ચે પડતાં આરોપીઓએ તેમની પત્નીને વાળ પકડીને નીચે પાડીને હુમલો કર્યો હતો આ ઘટનાથી બુમાબુમ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા ફરિયાદીએ પોલીસ કન્ટ્રોલમાં ફોન કરતાં આરોપીઓ નાસી ગયા હતા. આ બનાવ અંગે શાહપુર પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *