Image: Facebook
સાઉથમાં રજનીકાંતનું નામ હંમેશા ટોપ પર રહ્યુ છે પરંતુ શું તમે જાણો છો કો ઈન્ડસ્ટ્રીનો સૌથી અમીર પરિવાર કયો છે? હવે તમે વિચારી રહ્યાં હશો કે કપૂર સૌથી અમીર હશે પરંતુ એવું નથી. રિપોર્ટ્સ અનુસાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સાઉથ એક્ટર ચિરંજીવીનો પરિવાર સૌથી અમીર છે. ચિરંજીવીના પરિવારમાં રામ ચરણ, અલ્લુ અર્જુન અને નાગેન્દ્ર બાબૂ, વરુણ તેજા જેવા સાઉથના સ્ટાર્સ સામેલ છે.
ફેમિલીની નેટવર્થ
રિપોર્ટ્સ અનુસાર ચિરંજીવીના પરિવારની કુલ સંપત્તિ લગભગ 6 હજાર કરોડ રૂપિયા છે. તેના પરિવારમાં ઘણા સ્ટાર્સ છે.
આ સ્ટાર્સ સામેલ છે
ચિરંજીવીના પરિવારમાં રામ ચરણ, અલ્લુ અર્જુન અને નાગેન્દ્ર બાબૂ, વરુણ તેજા જેવા સાઉથના સ્ટાર્સ સામેલ છે.
કપૂર્સની નેટવર્થ
રણબીર કપૂર અત્યારે સતત ચર્ચામાં છે. તાજેતરમાં જ ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો માં રણબીર ગેસ્ટ તરીકે પહોંચ્યો હતો. રણબીર કપૂરની ફેમિલીની નેટવર્થ લગભગ 1000 કરોડ રૂપિયાની છે.
રજનીકાંતની સંપત્તિ
સાઉથ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર રજનીકાંતની નેટવર્થ લગભગ 430 કરોડ રૂપિયાની છે. તેની પુત્રી પણ ફિલ્મ ડાયરેક્ટર છે.