– સ્પાય યુનિવર્સની એકથી વધુ ફિલ્મોમાં દેખાશે
મુંબઇ : યશરાજ ફિલ્મસના રો યુનિવર્સમાં અનિલ કપૂરની પણ એન્ટ્રી થઈ છે. આલિયા ભટ્ટ અને શર્વરી વાઘને લેડી એજન્ટ તરીકે દર્શાવતી આગામી ફિલ્મમાં અનિલ કપૂર તેમના મેન્ટરની ભૂમિકામાં દેખાશે.
અનિલ કપૂરને ભારતીય જાસૂસી એજન્સીના વડા તરીકેની ભૂમિકા સોંપાઈ છે. આ ફિલ્મમાં બોબી દેઓલ વિલનની ભૂમિકામાં હોવાનું અગાઉ જાહેર થઈ ચૂક્યું છે. યશરાજ દ્વારા પહેલીવાર લેડી એજન્ટસને કેન્દ્રમાં રાખીને એક્શન ફિલ્મ બનાવાઈ રહી છે.
અનિલે યશરાજ સાથે એકથી વધુ ફિલ્મો માટે કરાર કર્યા છે. આથી હૃતિક રોશનની આગામી ફિલમ ‘વોર ટૂ’માં પણ તેનો કેમિયો હોવાની સંભાવના છે. હજુ તાજેતરમાં જ અનિલ કપૂર અને હૃતિક રોશન ‘ફાઈટર’ ફિલ્મમાં પણ સાથે દેખાયા હતા. અનિલ કપૂરની દીકરી સોનમ પરણીને ઠરીઠામ થઈ ચૂકી છે. તેની દીકરી રિયા કપૂર ફિલ્મ સર્જક તરીકે કેરિયર આગળ વધારી રહી છે. બીજી તરફ અનિલ કપૂરને હજુ પણ નવી ને નવી ફિલ્મોની ઓફર મળી રહી છે.