Image: Twitter
Taapsee Pannu And Mithias Boe Secret Wedding: બોલીવુડ એક્ટ્રેસ તાપસી પન્નુ છેલ્લા ઘણા સમયથી લોંગ ટાઈમ બોયફ્રેન્ડ મેથિયાસ બોએ સાથે પોતાના લગ્નને લઈને લાઈમલાઈટમાં બનેલી છે. હોળીના અવસરે બંનેની કેટલીક તસવીર સામે આવી છે, જેનાથી અટકળો લગાવાઈ રહી છે કે તાપસી અને મેથિયાસે સિક્રેટ વેડિંગ કરી લીધા છે. જે બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો, જેને કપલના લગ્નનો વીડિયો ગણાવાઈ રહ્યો છે. હવે ચાહકો પણ ખૂબ કન્ફ્યૂઝ છે કે શું હકીકતમાં બંનેએ લગ્ન કર્યાં છે કે આ માત્ર અફવા છે. તાપસી પન્નુએ પોતે આ મૂંઝવણને દૂર કરતા પોતાના સિક્રેટ વેડિંગની હકીકત ગણાવી છે. આ સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોની હકીકત પણ સામે આવી ગઈ છે.
સિક્રેટ મેરેજ અંગે તોડ્યું મૌન
તાજેતરમાં જ એક્ટ્રેસ તાપસી પન્નુએ બોયફ્રેન્ડ મેથિયાસ બોએ સાથે લગ્નના સમાચાર પર મૌન તોડ્યું. એક્ટ્રેસે કન્ફર્મ કર્યું કે હા, તે પરિણીત છે પરંતુ પોતાના લગ્નની તસવીરો અને વીડિયોને સોશિયલ મીડિયા પર હાલ શેર કરવા ઈચ્છતી નથી. તાપસીએ કહ્યું, ‘મને નથી ખબર કે હું પોતાની પર્સનલ લાઈફને ઠીક તે જ રીતે જાહેરમાં લાવવા ઈચ્છું છું કે નહીં.’
એક્ટ્રેસે વધુમાં કહ્યું, પોતાના લગ્નને સિક્રેટ રાખવાનું મે પસંદ કર્યું છે, મારા પાર્ટનર કે લગ્નમાં આવેલા લોકોએ નહીં. મે મારા લગ્નને સિક્રેટ રાખ્યા જે મારો ઈરાદો ક્યારેય નહોતો. હું માત્ર તેને જાહેર કરવા માંગતી નહોતી, કેમ કે મને એ વાતની ચિંતા હતી કે લોકો દ્વારા તેને કેવી રીતે રાખવામાં આવશે. આ જ કારણ હતું કે મે પોતાના લગ્નને લઈને કોઈ પણ અપડેટ જાહેર કરવાનો કોઈ ઈરાદો બનાવ્યો નહોતો.
માનસિક રીતે તૈયાર નહોતી તાપસી
તાપસી પન્નુએ ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું, પોતાના લગ્નના સમાચારને ચાહકોની સામે રાખવા માટે હું હજુ માનસિક રીતે તૈયાર નથી. મને ખબર હતી કે અમારા લગ્નમાં સામેલ થવા માટે જે લોકો આવ્યા તે માત્ર મારા માટે ત્યાં રહેવા ઈચ્છતા હતાં. તે મને જજ કરવા માટે ત્યાં હાજર નહોતા. તેથી હું ટેન્શન ફ્રી હતી. એક્ટ્રેસે એ પણ જણાવ્યું કે તેની બહેન શગુન પન્નુએ લગ્નનો પ્લાન કર્યો હતો, કેમ કે તે વેડિંગ પ્લાનર છે.
મેથિયાસ બોએ સાથે લગ્ન મુદ્દે તાપસી પન્નુએ વધુમાં કહ્યું, મારા લગ્ન બિલકુલ પણ ટિપિકલ દુલ્હન જેવી નહોતી. મારી ફેમિલીએ બધુ જ મારી પર છોડ્યું હતું. હું ઓછા લોકો સાથે સારો સમય પસાર કરવા ઈચ્છતી હતી તેથી હું ખૂબ નિશ્ચિત હતી. ઉલ્લેખનીય છે કે તાપસી પન્નુ અને બેડમિન્ટન પ્લેયર મેથિયાસ બોએ છેલ્લા દસ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. હવે બંને સાત જન્મો માટે એક થઈ ચૂક્યાં છે. બંનેના લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.