આ ઈદના બોક્સ ઓફિસ પર સલમાન ગેરહાજર

સાઉથના ફિલ્મ સર્જક એ આર મુરગાદોસ સાથેની ફિલ્મની સત્તાવાર ઘોષણા

મુંબઇ : સલમાન ખાન અને એ આર મુરગાદોસની આગામી ફિલ્મનું ટાઈટલ ‘સિકંદર’ રાખવામાં આવ્યું છે. આજે ઈદના દિવસે સલમાને કરેલી ઘોષણા અનુસાર આ ફિલ્મ આવતાં વર્ષની ઈદ વખતે રીલિઝ કરાશે. 

સલમાન એ. આર. મુરગાદોસની એક્શન ફિલ્મ કરી રહ્યો હોવાના અહેવાલો અગાઉથી જ ચર્ચાતા હતા. હવે આ ફિલ્મની સત્તાવાર જાહેરાત થઈ છે. સલમાને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મની જાહેરાત કર ી હતી. 

બોક્સ ઓફિસમાં વિતેલાં વર્ષોમાં ઈદ વખતે સલમાનની મોટી ફિલ્મો રીલિઝ થતી હોય તેવું બનતું હતું. તેની ‘દબંગ’, ‘એક થા ટાઈગર’, ‘કિક’, ‘બજરંગી ભાઈજાન’ અને ‘સુલતાન’  સહિતની ફિલ્મો ઈદ પર રીલિઝ થઈ રહી છે અને સફળ રહી છે. ઈદનો તહેવાર હોય એ નિમિત્તે સલમાનની ફિલ્મ રીલિઝ થાય તેવો જાણે કે એક ધારો પડી ગયો હતો. 

આ વખતે ઈદના તહેવાર નિમિત્તે સલમાનની ફિલ્મની ગેરહાજરી બોક્સ ઓફિસ પર વર્તાઈ છે. પરંતુ, સલમાને આજે જ આ ફિલ્મ આવતી ઈદ પર જાહેર કરવાની ઘોષણા કરી તેના ચાહકોને ખુશ કરી દીધા હતા. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *