– 1971ની લોંગોવાલ લડાઈ જ દર્શાવાશે
– જે પી દત્તાની દીકરી નીધિએ જ બોર્ડર-ટુની વાર્તા લખી છે
મુંબઇ : ‘બોર્ડર ટૂ’ ૨૭ વર્ષ પહેલાં રીલીઝ થયેલી ‘બોર્ડર’ ફિલ્મની સિકવલ નહીં હોય પરંતુ ૧૯૭૧ની લોંગોવાલની લડાઈની જ વાત અલગ રીતે તેમાં કહેવાશે.
જે પીદત્તાની ફિલમ ‘બોર્ડર ‘ ૧૯૯૭માં રિલીઝ થઇ હતી. જેમાં સની દેોલ, જેકી શ્રોફ અને સુનીલ શેટ્ટીએ મુખ્ય ભૂમિકા નિભાવી હતી. હવે એવી ચર્ચા છે કે, ‘બોર્ડર ટૂ ‘પર કામ ચાલી રહ્યું છે.જોકે આ ફિલ્મની સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી. કહેવાય છે કે, જે પી દત્તાની પુત્રી નિધિએ બોર્ડર ટુની વાર્તાને લખી છે અને નિર્માણ પણ તે જ કરવાની છે.
શરૂઆતમાં એમ માનવામાં આવતું હતું કે, આ ફિલ્મ ૧૯૯૭ની ક્લાસિક ફિલ્મ ‘બોર્ડર’ની સીકવલ હશે પરંતુ આમ થવાનું નથી. ‘બોર્ડર ટ’ માં ે લડાઇના દિવસની આગલી રાતે ઘટેલી ઘટનાઓને સમાવામાં આવશે. લોંગાવાલની લડાઇમાં ભારતીય સેના ઉપરાંત નોસેના અને વાયુ સેના પણ સામેલ હતી. આ ત્રણેય સૈન્ય પાંખોના પરાક્રમ નવી ફિલ્મમાં દર્શાવાશે.