– હીરામંડી પછી મનિષાનો વધુ એક પ્રોજેક્ટ

– જોકે, આ વખતે મુખ્ય ભૂમિકાને બદલે કદાચ કેમિયો ભજવશે તેવી અટકળો

મુંબઇ : કમલ હાસનની ‘ઇન્ડિયન ટૂ’ માં મૂળ અભિનેત્રી મનિષા કોઈરાલા પણ પુનરાગમન કરશે એમ જાણવા મળ્યું છે.   હાલમાં જ ફિલ્મના દિગ્દર્શક  મુંબઇમાં હતા ત્યારે તેની અને  મનીષા કોઇરાલાની મુલાકાત થઇ હતી.જેની તસવીર મનીષાએ સોશયલ મીડિયા પર શેર પણ કરી હતી. તે પરથી આ અટકળો વ્યક્ત થઈ રહી છે. 

મૂળ ફિલ્મ ‘ઇન્ડિયન’માં મનીષા કોઇરાલાએ કમલ હાસન સાથે મુખ્ય ભૂમિકા નિભાવી હતી. જોકે, આ વખતે તે કદાચ કેમિયો જ કરે તેવી સંભાવના છે. કમલ હાસનની મૂળ ફિલ્મ બહુ લોકપ્રિય થઈ હતી અને તેમાં મનિષા  કોઈરાલાનાં કામની પણ પ્રશંસા થઈ હતી. 

 ફિલ્મના દિગ્દર્શક શંકર ખાસ આ પ્રોજેક્ટ માટે જ મનિષાને મુંબઈમાં મળ્યા હતા. 

લાંબા સમયથી પડદા પરથી અલોપ રહેલ મનિષાને ‘હીરા મંડી’ પછી આ બીજો મોટો પ્રોજેક્ટ મળ્યો છે. સંજય લીલા ભણસાળીની ‘હીરા મંડી’  દ્વારા તે લાંબા સમયે કોઈ મોટા પ્રોજેક્ટમાં મુખ્ય ભૂમિકામાં દેખાવાની છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *