સુરતમાં જહાંગીપુરા પોલીસે ઢોંગી નાગાબાવાનો પર્દાફાશ કર્યો
આરોપી વલસાડ, નવસારી, સુરતના મંદિરોને નિશાન બનાવતો
દહેગામથી મદારી કોમના મુખ્ય આરોપીને દબોચી લીધો

જો તમારા ઘરે નાગાબાવા બનીને કોઇ આવતું હોય તો થઈ જજો સાવધાન. સુરતમાં જહાંગીપુરા પોલીસે ઢોંગી નાગાબાવાનો પર્દાફાશ કર્યો છે. પોલીસ ઝડપમાં આવેલ વ્યક્તિ નાગાબાવાનો ઢોંગ રચી લોકોને હિપ્નોટાઈઝ કરી લાખોની ઠગાઈ કરતો હતો. આ પ્રકારનો ખેલ કરનાર મુખ્ય મદારીને અડાજણ જહાંગીરપુરા પોલીસે જેલના સળિયા પાછળ ધકેલ્યો છે. જહાંગીરપુરા પોલીસ સીસીટીવી ફૂટેજથી કાર સુધી પહોંચી અને દહેગામથી મદારી કોમના મુખ્ય આરોપીને દબોચી લીધો છે.

શહેરમાં નાગાસાધુ બનીને લોકોને લૂંટવાની ઘટના બની

શહેરમાં નાગાસાધુ બનીને લોકોને લૂંટવાની ઘટના બની રહી છે, જેમાં જહાંગીરપુરા પોલીસે મુખ્ય આરોપીને મહેસાણાના દહેગામથી પકડી પાડયો છે. જહાંગીરપુરામાં છેલ્લા ઘણાં સમયથી નાગાબાવા બનીને આવતા ઠગ, લોકો પાસેથી સોનું, રોકડા લઈને નાસી જતા હોવાના કિસ્સા સામે આવ્યા હતા. જેની તપાસ કરતા જહાંગીરપુરા પોલીસે દહેગામના વનરાજ મદારીની ધરપકડ કરી છે. આખા પ્રકરણમાં દહેગામમાં રહેતી મદારી કોમ માથાભારે મનાય છે, તેમની મોડસ ઓપરેન્ડીથી પોલીસ ચોંકી ઉઠી છે. છેલ્લા ત્રણેક મહિનામાં એક કરોડની છેતરપિંડી સુરતમાં થઈ હોવાની વિગત જાણવા મળી રહી છે. આરોપી મદારીની મોડેસ ઓપરેન્ડી એવી હતી કે વલસાડથી મર્સિડીઝ કે બીએમડબલ્યુ ગાડીમાં બેસીને મંદિર પાસે રાહ જોતો હતો. મંદિર પાસે કોઈ મહિલા કે વૃદ્ધ સોનું પહેરીને ઉભા હોય તેમને મંદિરના સરનામા પુછતો હતો. ત્યારબાદ મદારી જે તે વ્યક્તિ સાથે વાત કરી તેમને હિપ્નોટાઈઝ કરી લેતો હતો. તેમની પાસેથી દાગીના ઉતરાવી લેતો હતો. ખિસ્માંથી રોકડા કઢાવી લેતો હતો. લોકોને ઠગ કારમાં નીકળી ગયા પછી લૂંટાઈ ગયાની ખબર પડતી હતી. જહાંગીરપુરામાં જ અત્યાર સુધી 7 થી 8 લાખની ઠગાઈ થયાનું જાણવા મળ્યું છે.

આરોપી વલસાડ, નવસારી, સુરતના મંદિરોને નિશાન બનાવતો

ઝડપાયેલો મદારી લક્ઝુરિયસ કારમાંથી ઉતરી, શિકારને હવામાંથી ભસ્મ ઉડાવી, સોનું કાઢી આંજી દેતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે લક્ઝુરિયસ કારમાં વનરાજ મદારી ઉતરીને એકલ દોકલ દેખાતા વૃદ્ધ કે આધેડને પોતે નાગોબાવો છે તેવું જણાવીને ધાર્મિક વાતો કરીને આંજી દેતો હતો. બાદમાં હવામાંથી ભસ્મ ઉડાવવી, સોનાની લગડી કે પૈસા કાઢવા જેવા જાદુ કરીને સામેવાળાને સ્તબ્ધ કરી દેતો હતો, બાદમાં સોનું કે કિંમતી વસ્તુ કઢાવી લેતો હતો. આરોપી વલસાડ, નવસારી, સુરતના મંદિરોને નિશાન બનાવતો હતો. ભરૂચ, વડોદરાથી દહેગામ સુધી આરોપીએ એકાદ કરોડથી વધારેની ઠગાઈ કરી છે.

આવનાર દિવસોમાં ઠગાઈનો આંકડો વધવાની શક્યતા

પોલીસે લક્ઝુરીયસ કારનો CCTVના આધારે પીછો કર્યો અને કાર પરથી કપડું હટાવ્યુ અને આરોપી પકડાયો છે. જહાંગીરપુરા પોલીસે લક્ઝુરીયસ કાર પર ઢાંકેલુ કપડું ભરૂચ પાસે ખોલતા આરોપી પકડાયો હતો. જહાંગીરપુરા પોલીસે સીસીટીવીના આધારે મદારીનો પીછો કર્યો હતો. પોલીસે ભરૂચ સુધીના ફૂટેજ ચેક કર્યા હતા. પોલીસ તેની કારના નંબરના આધારે ભરૂચ સુધી ગઈ, પછી એક લક્ઝુરીયસ કાર પર ઢાંકેલુ કપડું હટાવતા આરોપીને શોધી કાઢ્યા હતા. આરોપીઓ દહેગામમાં લક્ઝરી લાઈફ સ્ટાઈલ જીવે છે અને હજી બે આરોપી વોન્ટેડ છે. દહેગામમાં રહેતી મદારી કોમ મેલીવિદ્યા જાણે છે. આ વિધાનો ઉપયોગ કરીને તેઓ ઠગાઈ કરે છે. પોલીસ સામે પણ ઠગે હવામાંથી નોટ અને સોનાની ચેઈન કાઢી હતી. પોલીસ પણ આ જોઈ ચોંકી ગઈ હતી. પોલીસ હાલ તપાસ કરી રહી છે. આવનાર દિવસોમાં ઠગાઈનો આંકડો વધવાની શક્યતા છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *