– સ્ત્રીના સર્જકોની ફિલ્મ મુંજિયા જૂનમાં રીલિઝ થશે 

– ભારતનો પહેલો સીજીઆઈ એક્ટર હોવાનો  દાવો, કટપ્પા તરીકે જાણીતા સત્યરાજની પણ ભૂમિકા 

મુંબઈ : શર્વરી વાઘની ફિલ્મ ‘મુંજિયા’ આવતા મહિને રીલિઝ થવાની છે. રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મમાં શર્વરીનો સહ કલાકાર એક કમ્પ્યુટર જનરેટેડ ઈમેજરીથી બનાવાયેલો એક્ટર હશે. ભારતનો આ પહેલો સીજીઆઈ એક્ટર હશે તેવો દાવો થઈ રહ્યો છે. 

‘સ્ત્રી’ જેવી હોરર કોમેડી બનાવી ચૂકેલા સર્જકોએ જ આ ફિલ્મ બનાવી છે. ‘મુજિયા’નો અર્થ ભૂત કે ડાકણ એવો થાય છે. મહારાષ્ટ્રના ગામડાંમાં બાળકો રાતે ઘરની બહાર  ન નીકળે તે માટે તેમના વડીલો દ્વારા ગામમાં મુંજિયા ફરે છે તેમ કહી ડરાવવામાં આવતા હોય છે. આ ફિલ્મમાં ખરેખર એક મુંજિયાનું પાત્ર કમ્પ્યુટર જનરેટેડ ઈમેજરીથી ઊભું કરવામાં આવ્યું છે. 

શર્વરીની સાથે જાણીતી કલાકાર મોનાસિંઘ ઉપરાંત ‘બાહુબલિ’ ફિલ્મના કટપ્પા તરીકે જાણીતા સત્યરાજની પણ મહત્વની ભૂમિકાઓ હશે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *