– સર્જક લોકેશ કનગરાજે પહેલ કરી
– રણવીર સાઉથના ત્રણ મોટા પ્રોજેક્ટમાં સામેલ થવાનો હોવાની લાંબા સમયથી અટકળો
મુંબઇ : રજનીકાંતની આગામી ફિલ્મ ‘થલાઈવર ૧૭૧’ માં રણવીર સિંહની એન્ટ્રી થઈ હોવાનું કહેવાય છે. ફિલ્મમાં તે કેમિયો નહીં કરે પરંતુ લાંબી ભૂમિકા ભજવશે એમ પણ જાણવા મળે છે.
ફિલ્મ સર્જક લોકેશ કનગરાજે રણવીરને આ રોલ માટે સાઈન કરવા પહેલ કરી હતી.
જોકે, લોકેશ કે રણવીર કોઈએ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
લોકેશ કનગરાજે ફિલ્મને પાન ઈન્ડિયા ટચ આપવા માટે રણવીરની પસંદગી કરી છે. તેમની અગાઉની ફિલ્મ ‘લિયો’માં પણ સંજય દત્તનું મહત્વનું પાત્ર હતું.
બીજી તરફ રણવીર પણ સાઉથના ત્રણ મોટા પ્રોજેક્ટસ સાથે સંકળાયેલો હોવાની ચર્ચા છે. ‘૮૩’ ફિલ્મ ભલે બોક્સ ઓફિસ પર ખાસ ન ચાલી હોય પરંતુ તેમાં કપિલદેવનો રોલ કર્યા બાદ રણવીર સાઉથના દર્શકોમાં પણ બહુ ફેમસ થઈ ચૂક્યો છે.