– ફિલ્મમાં કુલ દસ હીરોઈનો હોવાની ચર્ચા
– મૂળ નો એન્ટ્રી ફિલ્મના કોઈ કલાકારને બીજા ભાગમાં રિપીટ કરાશે નહીં
મુંબઇ : ‘નો એન્ટ્રી’ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર, માનુષી છિલ્લર અને કૃતિ સેનનની ત્રિપૂટી જોવા મળશે. આ ફિલ્મમાં કુલ દસ હિરોઈનો હશે તેમ ચર્ચાય છે.
ફિલ્મના હિરોમાં વરુણ ધવન, અર્જુન કપૂર તથા દિલજીત દોસાંજનો સમાવેશ થાય છે. જોકે, કઈ હિરોઈનની જોડી કોની સામે હશે તેની જાહેરાત થવાની હજુ બાકી છે. ફિલ્મ નિર્માતા બોની કપૂર અગાઉ જાહેર કરી ચૂક્યા છે કે મૂળ ‘નો એન્ટ્રી’ ફિલ્મના કોઈ કલાકારને આ બીજા ભાગમાં રિપીટ નહીં કરાય. ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર થઈ ચૂકી છે .હવે ફિલ્મ ટૂંક સમયમાં ફલોર પર જશે.