Image Source: Twitter

Met Gala 2024: ફરી એકવાર વિશ્વની સૌથી મોટી મેગા ફેશન ઇવેન્ટ મેટ ગાલા 6 મેથી શરૂ થઈ છે. મેટ ગાલા એક ચેરિટી કાર્યક્રમ છે. જે ન્યુયોર્ક સિટીના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટસ કોસ્ચ્યુમ ઈન્સ્ટિટ્યૂટ માટે ફંડ ભેગું કરે છે. ત્યાના એન્યુઅલ ફેશન એક્ઝીબીશનમાં માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાભરના મોટા સેલેબ્સ ભાગ લે છે. આ ઈવેન્ટમાં આલિયાની શાનદાર હેન્ડ-ક્રાફ્ટેડ ફ્લોરલ સાડીનો જલવો લોકોની નજરો પર જાદુ કરી રહ્યો છે. બીજી તરફ ફેશનની દુનિયાના આ ઈવેન્ટથી બીજા પણ સેલેબ્સના શાનદાર, ખૂબસુરત અને વિચિત્ર આઉટફીટ તમને જોવા મળશે.  

આ વર્ષે જ નહીં પરંતુ દર વર્ષે મેટ ગાલાથી સેલેબ્સના રેડ કાર્પેટ ડ્રેસ સોશિયલ મીડિયા પર ચર્ચાનો હોટ ટોપિક બની જાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ન્યૂયોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટની સીડી પર પર બિછાવેલી રેડ કાર્પેટ પર પોઝ આપવા ઉપરાંત આ મેટ ગાલા ઈવેન્ટની ખાસિયત શું છે? આ ઈવેન્ટ અંગે ભારતીય જનતામાં હંમેશા એક ઉત્સુકતા રહે છે કે આ શું છે?

એક મ્યુઝિયમમાં કઈ રીતે શરૂ થઈ ગયો ફેશન શો?

ન્યૂયોર્કનું મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ જેને શોર્ટમાં ‘મેટ’ (Met) પણ કહેવામાં આવે છે અને તે વિશ્વનું ચોથું સૌથી મોટું મ્યુઝિયમ છે. આ મ્યુઝિયમની એક કોસ્ચ્યુમ ઈન્સ્ટિટ્યૂટ છે જે 1946 સુધી એક અલગ ઈન્સ્ટિટ્યૂટ હતી અને તેનું નામ ‘મ્યુઝિયમ ઓફ કોસ્ચ્યુમ આર્ટ’ હતું. કોસ્ચ્યુમ ઈન્સ્ટિટ્યૂટ જ્યારે મેટમાં ભળ્યુ ત્યારે જ તે નક્કી થઈ ગયુ હતું કે, તેના ફંડિંગની વ્યવસ્થા તે પોતે જ કરશે. 

એવું માનવામાં આવે છે કે આની પાછળ એક તગડો સવાલ છે – ‘ફેશનને આર્ટ ફોર્મ માનવું જોઈએ કે નહીં? પરંતુ આ સવાલનો બીજો હિસ્સો એ છે કે, દરેક સમયની ફેશન અથવા કોસ્ચ્યુમ પોતાના સમયની લિટરેચર, સોસાયટી અને ક્યારેક-ક્યારેક પોલિટિક્સનો પણ એક રિફ્લેક્શન હોય છે. અને ઈતિહાસકારો પણ એવું માને છે કે ફેશન પણ માનવ સભ્યતાના વિકાસને સમજવાની એક મોટી કડી છે. જેમ કે, 1976ના ‘ધ ગ્લોરી ઓફ રશિયન કોસ્ચ્યુમ’ થીમ આધારિત મેટ ગાલામાં ‘પીટર ધ ગ્રેટ’ના બૂટ અને ‘કેથરિન ધ ગ્રેટ’ના સિલ્વર વેડિંગ ડ્રેસ પ્રદર્શનનો હિસ્સો હતો. આ બંને વસ્તુઓ માત્ર ફેશન જ નહીં પરંતુ ઈતિહાસનો ઊંડો હિસ્સો પણ છે. ઘણી ક્લાસિક ફિલ્મોના આઈકોનિક આઉટફિટ્સ પણ તેનો એક હિસ્સો હોય છે જે ડિઝાઈનની પ્રોસેસ અને તેની કલાને સમજવામાં કામ આવે છે. 

પરંતુ જો આ સંસ્થાનું મહત્ત્વ સમજવું હોય તો એમ સમજી શકાય કે છેલ્લા 600 વર્ષોના 35 હજારથી વધુ ફેશન પીસ અહીં સાચવીને સંગ્રહિત કરવામાં આવ્યા છે. મેટ ગાલા 2024માં જ કોસ્ચ્યુમ ઇન્સ્ટિટ્યૂટના સંરક્ષિત અને સાચવવામાં આવેલા 50 થી વધુ એન્ટિક ડિઝાઈન્સ ડિસ્પ્લે પર છે. આ સાથે જ 250થી વધુ આઉટફિટ્સ ડિસ્પ્લે કરવામાં આવ્યા છે. જેમાંથી ઘણાને સાઉન્ડ સ્કેપિંગ અને ડિજિટલ એનિમેશન દ્વારા રિક્રિએટ કરવામાં  આવ્યા છે.

આ કોસ્ચ્યુમ ઈન્સ્ટિટ્યૂટ પોતાના રૂટિન ફંક્શનિંગ સ્ટાફની સેલેરી અને શાનદાર પ્રદર્શનિયોનો તમામ ખર્ચો પોતે ઉઠાવે છે, જેના માટે એક શાનદાર ચેરિટી ઈવેન્ટનું આયોજન થાય છે જેને આપણે ‘મેટ ગાલા’ તરીકે ઓળખીએ છીએ. આ ઈવેન્ટ વધુ મહત્ત્વપૂર્ણ એટલા માટે બની જાય છે કારણ કે મેટની કોસ્ચ્યુમ ઈન્સ્ટિટ્યૂટ પોતાનો ખર્ચ પોતે સંભાળનારો ડિપાર્ટમેન્ટ તો છે જ પરંતુ આ સાથે જ મોટા ભાગે પોતાના રેવેન્યૂનો મોટો હિસ્સો મેન મ્યૂઝિયમને પણ આપે છે.

વિચિત્ર આઉટફિટ્સથી કેવી રીતે બને છે કમાણીનું શાનદાર ચિત્ર?

મેટ ગાલા 2024ની ટિકિટની કિંમત 75 હજાર ડોલર એટલે કે 62 લાખ રૂપિયાથી વધુ છે. જ્યારે 10 સીટના એક ટેબલનો ચાર્જ 350 હજાર ડોલર એટલે કે 2 કરોડ 92 લાખ રૂપિયાથી વધુ છે. કોસ્ચ્યુમ ઈન્સ્ટિટ્યૂટનું જે મહત્ત્વ છે તે પ્રમાણે તેઓએ મેટ ગાલાનું સંપૂર્ણ સેટઅપ ડિઝાઇન કરી રાખ્યું છે. આ ફેશન જગતનો એવો ઈવેન્ટ છે જ્યાં ફેશનના ‘એફ’ને જાણનાર દરેક વ્યક્તિ નજર છે. એટલે કે જો તમે ડિઝાઈનર અથવા ફેશન બ્રાન્ડ છો અને તમારી ડિઝાઈન અથવા પ્રોડક્ટ મેટ ગાલાના રેડ કાર્પેટ પર છે, તો તે વિશ્વની દરેક આંખ સુધી પહોંચી શકે છે. આ ટિકિટોમાંથી આવતા તમામ પૈસા મેટ ગાલાને જ જાય છે.

આ આખા ગણિતમાં સેલિબ્રિટીનો રોલ મોડલ જેવો જ છે. એટલા માટે મોટાભાગે તમે મેટ ગાલામાં જે સેલેબ્સ જુઓ છો તેમની ટિકિટો અથવા ટેબલો ડિઝાઈનરને સ્પોન્સર કરી છે. ડિઝાઇનર ટેબલ ખરીદે છે અને તેને એ તમામ સેલેબ્સથી ભરી દે છે જેને તેમણે સ્ટાઈલ કર્યા છે. જો કે, કેટલાક સેલેબ્સ પોતે પણ પોતાની ટિકિટ ખરીદે છે. પરંતુ તેનો અર્થ એ પણ નથી કે 62 લાખ રૂપિયા ખર્ચીને કોઈ પણ આ ઈવેન્ટનો હિસ્સો બની શકે છે.

વોગ મેગેઝિનના એડિટર ઈન ચીફ એના વિન્ટોર 1999થી મેટ ગાલા ઈવેન્ટના ચેરપર્સન છે. ઈવેન્ટમાં કઈ સેલિબ્રિટી અને ક્યા ડિઝાઈનરને આમંત્રિત કરવાના છે તેની ગેસ્ટ લિસ્ટ તે પોતે જ તૈયાર કરે છે. ગેસ્ટ લિસ્ટ બનાવતી વખતે એવા એ બાબતનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે કે, પરસ્પર વિવાદ વાળા સેલેબ્સને દૂર રાખવામાં આવે. કોને સાથે બેસાડવાનું છે અને કોને કઈ ટેબલનો હિસ્સો નથી બનાવવાનો છે. કોને ક્યાં બેસવાનું છે તે દરેક ગેસ્ટને ત્યાં પહોંચીને જ જાણ થાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે મેટ ગાલામાં કપલ્સની સીટ એકસાથે રાખવામાં નથી આવતી. આખરે આ જમાવડો ફેશનમાં રસ રાખનારા વચ્ચે એક સોશિયલ ગેધરિંગ છે, કોઈ વેડિંગ રિસેપ્સન નથી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *