Sikandar:  સલમાન ખાનની ફિલ્મ સિકંદરની જ્યારથી જાહેરાત થઈ છે ત્યારથી લોકો તેની રિલીઝ ડેટની રાહ જોઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે, સિકંદર 2025ની ઈદ પર રિલીઝ થવા જઈ રહી છે. સિકંદર સાજિદ નડિયાદવાલાના પ્રોડક્શન હાઉસ હેઠળ બની રહી છે અને તેનું નિર્દેશન એઆર મુરુગાદોસ કરી રહ્યા છે.

નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ ડેટ અંગે પણ સત્તાવાર જાહેરાત કરી છે. આ ફિલ્મમાં સલમાન ખાનની સામે કોણ હશે તેની આતુરતાથી રાહ જોવાઇ રહી હતી. સિકંદરમાં એક અનોખી જોડી જોવા મળશે. આ અભિનેત્રી બીજું કોઈ નહીં પણ રશ્મિકા મંદાના  છે. પુષ્પા અને એનિમલની સફળતા બાદ રશ્મિકા હવે પહેલીવાર સલમાન ખાન સાથે કામ કરવા જઈ રહી છે. 

રશ્મિકા ખૂબ જ ઉત્સાહિત 

SALMAN KHAN – RASHMIKA MANDANNA TO STAR IN ‘SIKANDAR’… EID 2025 RELEASE… #RashmikaMandanna has been paired with #SalmanKhan in #Sikandar… Directed by #ARMurugadoss… Produced by #SajidNadiadwala#Eid 2025 release.#SikandarEid2025 pic.twitter.com/lKy54aZtvg

— taran adarsh (@taran_adarsh) May 9, 2024

સાજિદ નડિયાદવાલાએ રશ્મિકા મંદાનાને આ ફિલ્મની સ્ટોરી સંભળાવી ત્યારે એકટ્રેસ આ રોલને લઇને ખૂબ જ ઉત્સાહિત થઈ ગઈ. તેણે તરત જ ફિલ્મ કરવા માટે હા પાડી દીધી હતી. 

સૂત્રોનું માનીએ તો સિકંદર માત્ર એક એક્શન ફિલ્મ નથી. આ એક ખૂબ જ મજબૂત સ્ટોરી છે જે ડ્રામા અને લાગણીઓથી ભરેલી છે. આ એવી બાબતો છે જેના માટે સલમાન અને રશ્મિકા બંને ફિલ્મ કરવા માટે ઉત્સાહિત છે.

જૂનમાં શૂટિંગ શરૂ થશે

સિકંદર માટે સલમાન અને સાજિદ ફરી એકવાર સાથે આવી રહ્યા છે. આ પહેલા બંનેએ કિકમાં સાથે કામ કર્યું હતું. હવે પ્રી-પ્રોડક્શન પણ શરૂ થઈ ગયું છે. રિપોર્ટ્સનું માનીએ તો રશ્મિકા અને સલમાન જૂનથી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યા છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, રશ્મિકા એનિમલની સફળતાનો આનંદ માણી રહી છે. તેની ફિલ્મ પુષ્પા 2ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મમાંથી રશ્મિકાના લુક પણ સામે આવ્યા છે. આ ફિલ્મ 15 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *