Image Source: Twitter

SRH vs LSG: સનરાઇઝર્સ હૈદરાબાદે લખનઉ સુપર જાયન્ટ્સ સામે 58 બોલમાં 166 રનનો ટાર્ગેટ હાંસલ કરીને ઈતિહાસ રચ્યો છે. લખનઉના કેપ્ટન કેએલ રાહુલે મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેની ટીમે 20 ઓવરમાં 4 વિકેટ પર 166 રન બનાવ્યા હતા. જવાબમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે 9.4 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 167 રન બનાવીને મેચ જીતી લીધી હતી. આ સાથે જ આ ટીમે IPLમાં ઈતિહાસ રચી દીધો છે.

2008નો રેકોર્ડ તૂટ્યો

IPL ઈતિહાસમાં 150 કે તેથી વધુ રનના ટાર્ગેટને સનરાઈઝર્સે સૌથી ઓછી ઓવરમાં હાંસલ કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ મામલે તેણે 16 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ પ્રથમ વખત છે જ્યારે 150+ રનના ટાર્ગેટને કોઈ ટીમે IPLમાં 10 ઓવરની અંદર હાંસલ કરી લીધો હોય. આ અગાઉ 2008માં ડેક્કન ચાર્જર્સે મુંબઈ સામે 12 ઓવરમાં 155 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. રાજસ્થાન રોયલ્સે 2023માં કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં 13.1 ઓવરમાં 150 રન બનાવીને જીત મેળવી હતી. બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સે 2008માં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 13.5 ઓવરમાં 157 રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. 

IPLમાં પહેલી 10 ઓવર બાદ સૌથી મોટો સ્કોર

167/0 (9.4) સનરાઈઝર્સ Vs લખનG સુપર જાયન્ટ્સ, હૈદરાબાદ, 2024

158/4 સનરાઈઝર્સ Vs દિલ્હી કેપિટલ્સ, દિલ્હી, 2024

148/2 સનરાઈઝર્સ Vs મુંબઈ ઈન્ડિયન્સ, હૈદરાબાદ, 2024

141/2 મુંબઈ ઈન્ડિયન્સ Vs સનરાઈઝર્સ, હૈદરાબાદ, 2024

દિલ્હી કેપિટલ્સનો તૂટ્યો રેકોર્ડ

સનરાઈઝર્સ હૈદરાબાદે 100થી વધુ રનના ટાર્ગેટને સૌથી વધુ બોલ બાકી રહેતા જ ચેઝ કરી લીધો હતો. તેણે આ મેચમાં 62 બોલ બાકી રહેતા 166 રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. આ પહેલા દિલ્હી કેપિટલ્સે 2022માં મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ મુંબઈમાં પંજાબ કિંગ્સ સામે 57 બોલ બાકી રહેતા 116 રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. ડેક્કન ચાર્જર્સે 2008માં નવી મુંબઈમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે 48 બોલ બાકી રહેતા 155 રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.

ટ્રેવિસ હેડે આ મેચમાં માત્ર 18 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી લીધી હતી. તેણે પાવરપ્લેમાં ફિફ્ટી પૂરી કરી હતી. હેડ IPLના ઈતિહાસમાં પાવરપ્લેમાં સૌથી વધુ અડધી સદી ફટકારવાના મામલે હવે બીજા સ્થાન પર પહોંચી ગયો છે. તેણે ચોથી વખત આવું કર્યું છે. હેડ આ મામલે સુનીલ નરેન (3) કરતા આગળ નીકળી ગયો છે. ડેવિડ વોર્નરે પાવર પ્લેની અંદર સૌથી વધુ 6 ફીફ્ટી ફટકારી છે.

હેડ અને અભિષેકે 34 બોલમાં 100 રનની ભાગીદારી કરી

ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ 34 બોલમાં 100 રનની ભાગીદારી પૂરી કરી હતી. IPLના ઈતિહાસમાં સૌથી ઓછા બોલમાં આ બીજી સૌથી ઝડપી 100 રનની ભાગીદારી છે. આ મામલે ટોપ પર પણ હેડ અને અભિષેક જ છે. બંનેએ આ જ સિઝનમાં દિલ્હી કેપિટલ્સ સામે દિલ્હીમાં 30 બોલમાં 100 રનની ભાગીદારી કરી હતી. 2015માં હરભજન સિંહ અને જગદીશ સુચિતે વાનખેડે સ્ટેડિયમમાં 36 બોલમાં 100 રનની ભાગીદારી કરી હતી.

IPLમાં 20 બોલમાં સૌથી વધુ ફીફ્ટી

3- જેક ફ્રેસર મેકબર્ગ

3- ટ્રેવિસ હેડ

2- સુનિલ નરેન

2- કીરોન પોલાર્ડ

2- ઈશાન કિશન

2- કેએલ રાહુલ

2- નિકોલસ પૂરન

2- યશસ્વી જયસ્વાલ

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *