– કુછ ભી..એવાં રિએક્શન સાથે ફગાવી દીધી
– જાહ્વવી અને શિખર તિરુપતિ બાલાજી મંદિરમાં સાત ફેરા લેશે તેવી અફવા હતી
મુંબઇ : જાહ્વની કપૂરે પોતે ટૂંક સમયમાં લગ્ન કરી લેવાની છે અને તેનું બધું પ્લાનિંગ પણ થઈ ચૂક્યું છે તેવી અફવા નકારી કાઢી છે.
સોશિયલ મીડિયા પર એવી અફવા વહેતી થઈ હતી કે જાહ્વવી અને શિખર પહાડિયા તિરુપતિ બાલાજી મંદિરમાં પરંપરાગત વિધિથી લગ્ન કરશે. જાહ્વવી અને શિખર બંને સાઉથ ઈન્ડિયન શૈલી પ્રમાણેના વસ્ત્ર પરિધાનમાં સજ્જ થશે. આ માટે તમામ પ્લાનિંગ પણ થઈ ચૂક્યું છે.
જાહ્વવીએ આ અફવાને ફગાવતાં માત્ર ‘કુછ ભી..’ એવું રિએક્શન આપ્યું હતું. તેનાં આ રિએક્શનના આધારે ચાહકો એવું માની રહ્યા છે કે બહુ નજીકના ભવિષ્યમાં લગ્ન થવાની વાત ખોટી છે.
જાહ્વવીએ એક પછી એક ફિલ્મો સાઇન કરી છે. તેણે સાઉથની ફિલ્મોમાં પણ ડેબ્યુ કરી દીધું છે. હાલ તે પોતાની કારકિર્દી પર ધ્યાન આપી રહી છે.
ઉલ્લેખનીય છે કે પિતા બોની કપૂર અગાઉ જાહેરમાં જ જાહ્વવી અને શિખરના સંબંધોને સંમતિ આપી ચૂક્યા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે શિખર ક્યારેય જાહ્વવીને છોડીને નહીં જાય.