Salman Khan House Firing Case: મુંબઈમાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનમાંથી પાંચમા આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીની નામ મોહમ્મદ ચૌધરી છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ચૌધરી અન્ય બે આરોપીઓને મદદ કરતો હતો. તેમજ શૂટર્સ સાગર અને વિકીને પૈસા પણ આપ્યા હતા અને રેકીમાં પણ મદદ કરી હતી. આ આરોપીને આજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. 

અત્યાર સુધી આ કેસમાં પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે 

સલમાન ખાન ફાયરિંગ કેસના આરોપી અમુજ થાપને પોલીસ કસ્ટડીમાં જ આત્મહત્યા કરી લીધી હતી.  જેમાં થાપનના પરિવારે મુંબઈ હાઈકોર્ટ પાસે સીબીઆઈ તપાસની માંગ કરી છે. પોલીસનું કહેવું છે કે થાપને લોકઅપમાં આત્મહત્યા કરી લીધી હતી. અત્યાર સુધી આ કેસમાં થાપન, સોનુ બિશ્નોઈ, સાગર પાલ અને વિકી ગુપ્તાની ધરપકડ કરવામાં આવી હતી. આમ આ પાંચમી ધરપકડ છે.

અનુજ અને સુભાષ દ્વારા સપ્લાય કરવામાં આવ્યા હતા હથિયાર 

મળતી માહિતી મુજબ, અનુજ લોરેન્સ બિશ્નોઈ ગેંગના સંપર્કમાં હતો. તે ટ્રક હેલ્પર તરીકે કામ કરે છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સુરતની તાપી નદીમાંથી એક પિસ્તોલ અને કેટલાક જીવતા કારતુસ મળી આવ્યા હતા. મુંબઇ બ્રાન્ચનો દાવો છે કે, આ એ જ હથિયારો હતા જેનો ઉપયોગ 14 એપ્રિલે સલમાન ખાનના ઘરે ફાયરિંગ માટે કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ હથિયારો અનુજ અને સુભાષ દ્વારા સપ્લાય કરવામાં આવ્યા હતા.

14 એપ્રિલે થયુ હતુ સલમાન ખાનના ઘરે ફાયરિંગ

14 એપ્રિલના રવિવારે સવારે સમાચાર આવ્યા હતા કે સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ થયું છે. બે શખ્સો બાઇક પર આવ્યા હતા અને સલમાનના ઘરની બહાર 5 રાઉન્ડ ફાયરિંગ કરીને ભાગી ગયા હતા. આ પછી બંને આરોપીઓએ ત્રણ વાર કપડાં બદલ્યા જેથી તેઓ ઓળખી ન શકે. પોલીસે કોર્ટને કહ્યું હતું કે, તેમની પાસે 40 ગોળીઓ હતી. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *