Image: Facebook
Gurucharan Singh Missing: પોપ્યુલર ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં મિસ્ટર સોઢીનો રોલ પ્લે કરનાર એક્ટર ગુરુચરણ સિંહ સોઢીને લાપતા થયે 15 દિવસનો સમય થઈ ગયો છે પરંતુ અત્યાર સુધી તેમના વિશે કોઈ ખાસ જાણકારી સામે આવી નથી. એક્ટરના ઘરના આ વાતથી ખૂબ પરેશાન છે. ખાસ કરીને તેમના પિતા વારંવાર મિડીયાની સામે એ પ્રાર્થના કરી રહ્યા છે કે બસ તેમનો પુત્ર સહી-સલામત ઘરે પાછો આવી જાય. તેમણે જ દિલ્હી પોલીસમાં પોતાનો પુત્ર ગુમ થઈ ગયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. હવે એક વાર ફરીથી તેમણે પોતાના પુત્રને લઈને ચિંતા વ્યક્ત કરી છે.
ગુરુચરણના પિતાએ શું કહ્યું?
ગુરુચરણ સિંહના પિતા હરગીત સિંહે કહ્યું કે તેમને હજુ સુધી પોતાના પુત્ર ગુરુચરણ સિંહની કોઈ જાણકારી મળી નથી. અમે ખૂબ પરેશાન છીએ અને પોલીસના નવા અપડેટની રાહ જોઈ રહ્યા છીએ. અમે તેના પાછા આવવાની રાહ જોઈ રહ્યા છીએ.
શું છે મામલો?
22 એપ્રિલે તારક મહેતા શો માં સોઢીનો રોલ પ્લે કરનાર એક્ટર ગુરુચરણ સિંહ દિલ્હીથી મુંબઈ જવા માટે નીકળ્યો હતો પરંતુ તે મુંબઈ પહોંચ્યો નહીં. તે બાદથી એક્ટરને લઈને જુદી-જુદી વાતો સામે આવવા લાગી. પહેલા એવી જાણકારી સામે આવી કે તે ડિપ્રેશનમાં હતો અને પછી એ સમાચાર આવ્યા કે તે લગ્ન કરવાનો હતો. આ સિવાય આ મામલે એક અપડેટ એ પણ આવી હતી કે તેની માનસિક સ્થિતિ પણ સારી નહોતી. એક્ટરે પોતાનો ફોન પાલમ એરપોર્ટની પાસે મૂક્યો અને ક્યાંક ગાયબ થઈ ગયો.
તે બાદ પોલીસની તપાસમાં એ શંકા વ્યક્ત કરાઈ રહી છે કે સોઢીએ પોતાને જ લાપતા કરવાનું કાવતરુ રચ્યું છે. હાલ 15 દિવસ બાદ પણ પોલીસ માત્ર અટકળો લગાવી રહી છે અને આ વાત પર કોઈ નવી અપડેટ સામે આવી નથી. એક્ટરે વર્ષ 2020માં 13 વર્ષ સુધી તારક મહેતા સાથે જોડાયેલા રહ્યા બાદ શો છોડી દીધો હતો. જેનું કારણ તેણે પારિવારિક જણાવ્યું હતું.