Image: Bhati Singh Twitter
Bharti Singh : પ્રખ્યાત કોમેડિયન ભારતી સિંહની તબિયત અચાનક બગડી ગઈ છે. કોમેડિયનની તબિયત બદડતા તેને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ માહિતી ખુદ કોમેડિયને આપી છે. ભારતી સિંહે તેની યુટ્યુબ ચેનલ ‘લાઇફ ઓફ લિમ્બાચિયા’ પર નવો વ્લોગ અપલોડ કર્યો છે, જેમાં તે હોસ્પિટલમાં બેડ પર પડેલી જોવા મળે છે.
આ બ્લોગમાં ભારતીએ જણાવ્યું કે, હું છેલ્લા 3 દિવસથી પેટમાં તીવ્ર દુખાવાથી પરેશાન હતી, ત્યારબાદ હર્ષ લિમ્બાચીયા મને હોસ્પિટલમાં લઇને આવ્યો છે.
ત્રણ દિવસ સુધી દર્દમાં સહન કર્યા પછી, જ્યારે ભારતીનો દુખાવો તીવ્ર બન્યો, ત્યારે તે હોસ્પિટલમાં દાખલ થઈ અને ત્યાં તેને ખબર પડી કે, તેના પિત્તાશયમાં પથરી છે, જે કોઈ નસમાં પણ અટવાઈ ગયો છે. હવે ભારતી સિંહે આ માટે ઓપરેશન કરાવવું પડશે. તેઓ કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ છે. તેણે તમામ ચાહકોને કહ્યું છે કે જો ક્યાંય દુખાવો થાય છે અને તે સતત થઈ રહ્યું છે તો દરેક વ્યક્તિએ જઈને એકવાર તપાસ કરાવવી જોઈએ.
ભારતી સિંહના વર્ક ફ્ન્ટની વાત કરીએ તો, આ દિવસોમાં ‘ડાન્સ દીવાને સીઝન 4’ હોસ્ટ કરી રહી છે. આ શોમાં માધુરી દીક્ષિત અને સુનીલ શેટ્ટી જજ છે.