Image Source: Twitter

Shahrukh Khan Break: સિનેમા જગતના બાદશાહ શાહરૂખનું ગત વર્ષે શાનદાર કમબેક થયુ હતું. પાંચ વર્ષ બાદ શાહરૂખ ખાને ફિલ્મ ‘પઠાણ’થી વાપસી કરીને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવીને તાબડતોડ કમાણી કરી હતી. ‘પઠાણ’ના થોડા જ મહિના બાદ કિંગ ખાનની આગામી ફિલ્મ ‘જવાન’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મે પઠાણ કરતા પણ વધુ કમાણી કરી હતી. હવે ‘પઠાણ’ અને ‘જવાન’થી ધૂમ મચાવનારા કિંગ ખાને ફિલ્મોથી બ્રેક લેવાની જાહેરાત કરી છે.

ડિસેમ્બરમાં તેની ત્રીજી ફિલ્મ ‘ડંકી’ રિલીઝ થઈ હતી અને આ ફિલ્મે પણ સારો બિઝનેસ કર્યો હતો. એક વર્ષમાં ત્રણ બ્લોકબસ્ટર ફિલ્મ આપ્યા બાદ કિંગ ખાને હવે એક મોટો નિર્ણય કર્યો છે.  

કિંગ ખાનની ફિલ્મોથી બ્રેક લેવાની જાહેરાત

શાહરૂખ ખાન હવે થોડો સમય બ્રેક લેવા માગે છે. કિંગ ખાને થોડો સમય માટે ફિલ્મોથી બ્રેક લેવાની જાહેરાત કરી છે. કિંગ ખાને જણાવ્યું કે, તે છેલ્લા કેટલાક સમયથી સતત કામ કરી રહ્યો હતો પરંતુ હાલમાં તે પોતાની IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (IPL Team KKR)ને સપોર્ટ કરવા માગે છે. એક્ટરે કહ્યું કે, મને લાગે છે કે, હું થોડો રેસ્ટ કરી શકુ છું. ત્રણ ફિલ્મો કરી ચૂક્યો છું. તેમાં ઘણું ફિઝિકલ વર્ક લાગ્યુ છે. એટલા માટે મેં કહ્યું કે, હું થોડો સમય માટે બ્રેક લઈશ. મેં પૂરી ટીમને કહી દીધુ છે કે, હું મેચ (IPL Cricket Match) જોવા જઈશ. 

ક્યારે શરૂ કરશે શૂટિંગ?

શાહરૂખ ખાને આગળ એ પણ જણાવ્યું કે, IPLના કારણે લઈ રહેલા બ્રેક બાદ તે ક્યારે શૂટિંગ કરશે. તેણે કહ્યું કે, નસીબની વાત છે કે, મારું શુટિંગ હવે ઓગસ્ટ કે જુલાઈમાં છે. અમે જૂનમાં શૂટિંગ શરૂ કરવાનું આયોજન કર્યું હતું તો તે જૂનથી શરૂ થઈ જશે. તેથી હું તમામ મેચો માટે સંપૂર્ણપણે ફ્રી છું. હું ખુશીથી આવું છું.

શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મો

ત્રણ બ્લોકબસ્ટર ફિલ્મો આપ્યા બાદ શાહરૂખ ખાન ટૂંક સમયમાં મચ અવેટેડ ફિલ્મોનું શૂટિંગ કરવા જઈ રહ્યો છે. તે સલમાન ખાન સાથે ‘ટાઈગર વર્સિસ પઠાણ’ અને ‘કિંગ’ જેવી ફિલ્મોમાં નજર આવશે. ફિલ્મ ‘કિંગ’માં શાહરૂખ પહેલી વખત તેની પુત્રી સુહાના ખાન સાથે નજર આવશે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *