Anushka Sharma Birthday: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલી (Virat Kohli)ની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માનો પહેલી મેએ 36મો જન્મદિવસ હતો. આ ખાસ અવસર પર કોહલીએ એક શાનદાર ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની ટીમના ખેલાડીઓ હાજર રહ્યા હતા. જેની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
વિરાટ-અનુષ્કાએ પાર્ટીનું આયોજન કર્યું હતું
અનુષ્કા શર્માએ પહેલી મેના રોજ વિરાટ કોહલી સાથે 36મો જન્મદિવસ ઊજવ્યો. કોહલીએ બેંગલુરુની જાણીતી રેસ્ટોરન્ટ લુપામાં યોજેલી આ ડિનર પાર્ટીની કેટલીક તસવીરો શેર કરી છે. આ પાર્ટીમાં ગ્લેન મેક્સવેલ અને ફાફ ડુ પ્લેસિસ જેવા ક્રિકેટરો સહિત અનુષ્કા-વિરાટના કેટલાક અંગત મિત્રોએ હાજરી આપી હતી.
બેંગ્લોરમાં ડિનર પાર્ટીનું આયોજન કેમ કર્યું?
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્ન વર્ષ 2017માં થયા હતા. આજે અનુષ્કા અને વિરાટ કોહલીને બે બાળકો છે. દીકરીનું નામ વામિકા અને દિકરાનું નામ અકાય રાખવામાં આવ્યું છે. વિરાટ કોહલી આઈપીએલ 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી રહ્યા છે. જેના કારણે તેમણે બેંગ્લોરમાં ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આઈપીએલ 2024માં કોહલીની ટીમ આરસીબીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. આરસીબીએ 10 મેચ રમી છે અને માત્ર 3 જીતી છે. આરસીબીએ છેલ્લી બે મેચમાં સતત જીત નોંધાવી છે. તેમણે ગુજરાત અને હૈદરાબાદને હરાવ્યા છે.