(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૩
દિલ્હીની એક કોર્ટે એક્સાઇઝ નીતિ કૌભાંડ સાથે સંકળાયેલા મની
લોન્ડરિંગ કેસમાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ)ના
નેતા કે. કવિતાની જ્યુડિશિયલ કસ્ટડી સાત મે સુધી વધારી દીધી છે.
રિમાન્ડની મુદ્દત પૂર્ણ થતાં વીડિયો કોન્ફરન્સ દ્વારા
કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા પછી સીબીઆઇ ઇડી બાબતોના વિશેષ ન્યાયમૂર્તિ કાવેરી
બાવેજાએ તેમની જ્યુડિશિયલ કસ્ટડીમાં વધારો કર્યો હતો.
ન્યાયમૂર્તિએ સીબીઆઇ તપાસવાળા ભ્રષ્ટાચારના એક કેસમાં
તેલંગણા વિધાન પરિષદના સભ્ય તથા પૂર્વ મુખ્યપ્રધાન ચંદ્રશેખર રાવની પુત્રી કવિતાની
જ્યુડિશિયલ કસ્ટડી પણ સાત મે સુધી વધારી દીધી છે.
આ દરમિયાન કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં કવિતાની જામીન અરજી
સુનાવણી બુધવાર સુધી સ્થગિત કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે ઇડી અને સીબીઆઇ બંને
દ્વારા દાખલ કરવામાં આવેલા કેસોમાં કવિતા જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
ઉલ્લેખનીય છે કે ઇડીએ મની લોન્ડરિંગ કેસમાં કવિતાની ધરપકડ
૧૫ માર્ચના રોજ કરી હતી.ત્યારબાદ સીબીઆઇએ ૧૧ એપ્રિલે તિહાર જેલમાંથી તેમની ધરપકડ
કરી હતી. જ્યારે ઇડીએ ૨૧ માર્ચે કેજરીવાલની ધરપકડ કરી હતી.
આ દરમિયાન તિહાર જેલના અધિકારીઓએ જણાવ્યું છે કે
કેજરીવાલનું બ્લડ સુગર જતાં તેમને ઇન્સ્યુલીનનો લો ડોઝ આપવામાં આવ્યો હતો. આ અંગે
આપએ જણાવ્યું છે ભગવાન હનુમાનના આર્શિવાદથી આ શક્ય બન્યું છે.
એઇમ્સના ડોક્ટરોની સલાહને આધારે કેજરીવાલને સોમવાર સાંજે
ઇન્સ્યુલીનના બે લો ડોઝ આપવામાં આવ્યા હતાં. સોમવાર સાંજે તેમનું બ્લગ સુરગ ૨૧૭ થઇ
જતાં તેમને ઇન્સ્યુલીન આપવામાં આવ્યું
હતું.
૨૦ એપ્રિલે કેજરીવાલ સાથેની વીડિયો કોન્ફરન્સ દરમિયાન
એઇમ્સના નિષ્ણાતોએ તિહારના ડોક્ટરોને જણાવ્યું હતું કે જો તેમનું બ્લડ સુગર અમુક
લેવલ કરતા વધી જાય તો તેમને ઇન્સ્યુલીન આપવું જોઇએ.