કોઠારી સ્વામીએ રાવણ અને શબરીબાઈના દ્રષ્ટાંતો આપ્યા
વિડીયોગ્રાફી દ્વારા બીએપીએસના સેવા કાર્યની ઝાંખી કરાવાઈ
જુના તવરા ગામે બીએપીએસ દ્વારા યોજાયેલો સભાસત્સંગ કાર્યક્રમ
જુના તવરા ગામે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સભા સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો.બીજાના ભલામાં જ આપણું ભલું પ્રમુખ સ્વામી મહારાજના જીવન મંત્ર પર વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભામાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સમગ્ર વિશ્વમાં થઈ રહેલી સેવા પ્રવૃત્તિઓનું વર્ણન કરવામાં આવ્યું હતું. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ અને વર્તમાન મહંત સ્વામી મહારાજની પ્રેરણા દ્વારા સમગ્ર વિશ્વમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા થઈ રહેલી સેવાકીય પ્રવૃતિઓની વિડીયોગ્રાફી દ્વારા સેવા કાર્યની ઝાંખી કરાવાઈ હતી ત્યારે ઝાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીએ રાવણ અને શબરીબાઈના દ્રષ્ટાંતો આપી બીજાના ભલામાં આપણું ભલું કેવી રીતે થાય જે બાબતે માહિતી આપી હતી. આ સાથે જ અનેક દ્રષ્ટાંતો આપી આપણે બીજાને મદદરૂપ થઈએ આપણે બીજાનું ભલું કરીએ તો આપણું ભલું ચોક્કસ થાય જ છે જેવા અનેક દ્રષ્ટાંતો આપી સભામાં આવેલા લોકોને પ્રેરણા આપી હતી. આ સભામાં ખૂબ જ મોટી સંખ્યામાં તવરાના ગ્રામજનો અને બીએપીએસ સંસ્થાના અનુયાયીઓ જોડાયા હતા