I.N.D.I.A Alliance Ulgulan Nyay Rally : ઝારખંડની રાજધાની રાંચીમાં આજે I.N.D.I.A. ગઠબંધન નેતાઓની ‘ઉલગુલાન ન્યાય રેલી’ યોજાય, તે પહેલા કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)ની તબિયત લથડી છે. આ રેલીનું આયોજન જેલમાં બંધ હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેન (Kalpana Soren) દ્વારા કરાયું છે. રેલીમાં 28 વિપક્ષી નેતાઓ સામેલ થવાના હતા, જોકે રાહુલ ગાંધીની તબિયત લથડતા તેઓ રેલીમાં સામેલ નહીં થાય. કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે, રાહુલ ગાંધીની તબિયત ખરાબ હોવાથી તેની ઝારખંડ મુલાકાત રદ કરવામાં આવી છે. જોકે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) રેલીમાં સામેલ થશે.

જયરામ રમેશે રાહુલની તબિયત અંગે આપી માહિતી

જયરામ રમેશે (Jairam Ramesh) એક્સ પર લખ્યું છે કે, ‘રાહુલ ગાંધી આજે ઝારખંડ (Jharkhand)ના સતના અને રાંચીમાં ચૂંટણી પ્રચાર કરવા સંપૂર્ણ તૈયાર હતા. ત્યાં વિપક્ષી ગઠબંધનની રેલી યોજાઈ રહી છે, પરંતુ રાહુલની અચાનક તબિયત લથડી હોવાથી તેઓ દિલ્હીથી બહાર જઈ શકે તેવી સ્થિતિમાં નથી. કોંગ્રેસ અધ્યશ્ર ખડગે સતનામાં જનસભા સંબોધશે અને ત્યારબાદ રાંચીની રેલીમાં સામેલ થશે.’

હેમંત સોરેનની ધરપકડના વિરોધમાં રેલી

ઉલ્લેખનીય છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે કથિત જમીન કૌભાંડ કેસમાં 31 જાન્યુઆરીએ હેમંત સોરેન (Hemant Soren)ની ધરપકડ કરી હતી. ત્યારબાદ ઈડીએ કથિત દિલ્હી લિકર પોલિસી કેસ (Delhi Excise Policy Case)માં 21 માર્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal)ની ધરપકડ કરી હતી. હાલ બંને નેતાઓ જેલમાં બંધ છે. ગત દિવસોમાં ઈન્ડિયા ગઠબંધનના નેતાઓએ કેજરીવાલની ધરપકડના વિરોધમાં દિલ્હીના રામલીલા મેદાનમાં શક્તિપ્રદર્શન કર્યું હતું. આવી સ્થિતિમાં હેમંત સોરેનની ધરપકડના વિરોધમાં આજે ઉલગુલાન ન્યાય રેલીનું આયોજન કરાયું છે. વિપક્ષી નેતાઓ આક્ષેપ કરી રહ્યા છે કે, કેન્દ્ર સરકાર એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *