IPL 2024 : ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનની 35મી મેચમાં આજે દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો છે. સનરાઈઝર્સ હૈદરાબાદે ટૉસ હારીને પહેલા બેટિંગ કરતા વગર કોઈ નુકસાને ટ્રેવિસ હેડે 16 બોલમાં 50 રન ફટકાર્યા છે. ટ્રેવિસ હેડે કુલ 32 બોલમાં 89 રનની ઈનિંગ રમી હતી. બંને ટીમો વચ્ચે આ મેચ દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. દિલ્હી કેપિટલ્સે અત્યાર સુધી સાતમાંથી ત્રણ મેચ જીતી છે. બીજી તરફ સનરાઈઝર્સ હૈદરાબાદે છમાંથી ચાર મેચ જીતી છે.
ટ્રેવિસ હેડે માત્ર 16 બોલમાં ફટકારી અડધી સદી
ટ્રેવિસ હેડે માત્ર 16 બોલમાં અડધી સદી ફટકારી છે. સનરાઈઝર્સ હૈદરાબાદના ધુંઆધાર ખેલાડી ટ્રેવિસ હેડે 32 બોલમાં કુલ 89 રનની શાનદાર ઈનિંગ રમી છે. જેમાં તેમણે 6 છગ્ગા અને 11 ચોગ્ગા ફટકાર્યા છે.
અભિષેક શર્મા, એડન માર્કરમ, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અબ્દુલ સમદ, નિતીશ રેડ્ડી, શાહબાઝ અહમદ, પૈટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ કુમાર, મયંક મારકંડે અને ટી નટરાજન.
દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ ઈલેવન
ડેવિડ વૉર્નર, જેક ફ્રેઝર-મૈકગર્ક, અભિષેક પોરેલ, ઋષભ પંત (વિકેટકીપર-કેપ્ટન), ટ્રસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, લલિત યાદવ, કુલદીપ યાદવ, એનરિક નાર્ટજે, ખલીલ અહમદ અને મુકેશ કુમાર.