– રણવીરને એક પાર્ટીનો પ્રચાર કરતો દેખાડાયો
– રણવીરની તાજેતરની વારાણસી મુલાકાતની ક્લિપ સાથે ચેડાં કરી દેવાયાં
મુંબઇ : આમિર ખાન બાદ રણવીર સિંહનો પણ એક રાજકીય પક્ષ માટે પ્રચાર કરતો ફેક વીડિયો વાયરલ થયો છે. રણવીર તાજેતરમાં મનીષ મલ્હોત્રાના ફેશન શો માટે વારાણસી ગયો હતો. તેની ત્યારની મુલાકાતની ક્લિપ સાથે ચેડાં કરી આ ફેક વીડિયો બનાવાયો છે. ેજેમાં તે ચોક્કસ રાજકીય પક્ષ માટે પ્રચાર કરતો દેખાય છે. અગાઉ આમિર ખાનનો પણ આ પ્રકારનો વીડિયો વાયરલ થયો હતો. તેણે મુંબઈ સાયબર ક્રાઈમમાં આ અંગે ફરિયાદ પણ નોંધાવી હતી અને સાથે સાથે એવી સ્પષ્ટતા પણ કરી હતી કે પોતે ૩૫ વર્ષની કારકિર્દી દરમિયાન ક્યારેય કોઈ રાજકીય પક્ષને સપોર્ટ કર્યો નથી.
રણવીરની પત્ની દીપિકા અગાઉ રાજકીય વિવાદમાં સંપડાઈ ચૂકી છે. ‘છપાક’ ફિલ્મના પ્રમોશન વખતે દીપિકા નવી દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી ખાતે ગઈ હતી અને તેના વિદ્યાર્થી આંદોલનને સમર્થન આપ્યું હતું. બહુ વર્ષો પછી ‘છપાક’ની સર્જક મેઘના ગુલઝારે કબૂલ્યું હતું કે દીપિકાની આ યુનિવર્સિટીની મુલાકાતને લીધે ફિલ્મને કમર્શિઅલી બહુ નુકસાન થયું હતું.