– સલમનનાં ઘરે ગોળીબારની ઈફેક્ટ
– શાહરુખની કોલકત્તા મુલાકાત દરમિયાન તેની સાથે પર્સનલ સિક્યોરિટીનો મોટો કાફલો દેખાયો
મુંબઇ : સલમાન ખાનના ગેલેક્સી અપાર્ટમેન્ટ બહાર હાલમાં થયેલા ફાયરિંગ પછી શાહરૂખ ખાનની સિક્યોરિટીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. હાલ શાહરૂખ ખાન આઇપીએલ મેચના કારણે ચાર દિવસ કોલકાતામાં હતો. શાહરુખ કોલકત્તાથી નીકળ્યો ત્યારે તેની સાથે પોલીસ ઉપરાંત તેના પ્રાઈવેટ સિક્યોરિટી ગાર્ડસની મોટી સંખ્યા જોવા મળી હતી. એરપોર્ટ પર શાહરુખે કોઈ વીવીઆઈપી ટ્રીટમેન્ટ વિના જ સિક્યુરિટી ચેક સહિતની ઔપચારિકતાઓ આટોપી હતી. એરપોર્ટ પર તેની ઝલક માટે મોટી સંખ્યામાં ટોળાં જામ્યાં હતાં. શાહરુખનો મન્નત બંગલો સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટથી બહુ નજીક આવેલો છે. સલમાનને ધમકીઓ મળવા માંડી તે પછી પોલીસે સલમાનના ઘર બહાર ભીડ એકઠી થવાનું બંધ કરાવી દીધું છે.
જોકે, શાહરુખનાં ઘર બહાર હજુ પણ ખાસ કરીને રવિવારે મોટી સંખ્યામાં ટોળાં જામે છે અને શાહરુખ અવારનવાર તેમને ઝલક આપવા માટે બહાર પણ નીકળે છે.