– દશેરા વીક એન્ડ વખતે રીલિઝ થશે
– કોમેડી ફિલ્મ વિકી વિદ્યા કા વો વાલા વીડિયોમાં રાજ કુમાર રાવ સહ કલાકાર
મુંબઇ : રણબીર કપૂર અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘એનિમલ’થી રાતોરાત નેશનલ ક્રશ બની ચૂકેલી તૃપ્તિ ડિમરીની નવી ફિલ્મ ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’ આગામી ઓક્ટોબરમાં રીલિઝ થવાની છે.
ફિલ્મનું ટાઈટલ સજેસ્ટ કરે છે તેમ આ એક કોમેડી ફિલ્મ હશે. તેમાં તૃપ્તિ સાથે રાજ કુમાર રાવ છે. દશેરા વીક એન્ડનો લાભ લેવા માટે આ ફિલ્મ તા. ૧૧મી ઓક્ટોબરે રીલિઝ કરવામાં આવી રહી છે. રાજ શાંડિલ્ય આ ફિલ્મના દિગ્દર્શક છે.
‘એનિમલ’ ફિલ્મમાં રણબીર સાથે બોલ્ડ સીન આપ્યા બાદ તૃપ્તિ રાતોરાત નેશનલ સ્ટાર બની ગઈ છે. તેને ‘ભાભી ટૂ’નું હૂલામણું ઉપનામ પણ મળ્યું છે. જોકે, તૃપ્તિ આ પહેલાં ઓટીટી પર સંખ્યાબંધ બહેતરીન ફિલ્મો આપી ચુકી છે અને ઓટીટીના દર્શકોની તે બહુ માનીતી હિરોઈન છે.