– પગી સમાજના 17 વર્ષના છોકરા- છોકરીના લગ્ન હતા
– મહિસાગર જિલ્લામાં ગત વર્ષમાં 31 અને ચાલુ વર્ષના દોઢ માસમાં 5 બાળલગ્ન અટકાવાયા
લુણાવાડા તાલુકાના વણીયાવાળા ગોરાડા ગામે પગી સમાજના દીકરાના બાળલગ્ન થવાના છે તેવી માહિતી મળી હતી. જેને લઈ સમાજ સુરક્ષા અધિકારી દ્વારા લગ્નના આગલા દિવસે બુધવારે પહોંચ્યા બાદ તપાસ કરાતા છોકરાની ઉંમર ૧૭ વર્ષ અને છોકરીની ઉંમર પણ ૧૭ વર્ષ હોવાનું જાણવા મળતા બાળ લગ્ન પ્રતિબંધિત અધિકારી ભાર્ગવીબેન તેમના સ્ટાફ સહિત પોલીસને સાથે રાખી પરિવાર સાથે વાતચીત કરી બાંહેધરીપત્ર લખાવી લગ્ન અટકાવી તેમજ તેની ઉંમર પુખ્તવયની થાય ત્યારે તેના લગ્ન કરવા સૂચન કરવામાં આવ્યું હતું. આ બાબતે દીકરાના વાલીને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, દાદાની ઈચ્છા એવી હતી કે દીકરાના લગ્ન જોઈને જાય અને દીકરીવાળાઓએ એવું જણાવ્યું હતું કે બીજી ૨૦ વર્ષની દીકરીના લગ્ન હતા તો જોડે જોડે બીજી દીકરીના લગ્ન સાથે કરવાથી એક ખર્ચમાં બંને દીકરી પરણી જાય માટે આ લગ્ન ગોઠવ્યા હતા. તેવું જણાવ્યું હતું. ત્યારે મહીસાગર જિલ્લામાં ગત વર્ષમાં ૩૧ માર્ચ સુધીમાં ૨૫ બાળલગ્ન અટકાવવામાં આવ્યા છે અને આ વર્ષે દોઢ મહિનામાં પાંચ બાળલગ્ન અટકાવવામાં આવ્યા હતા.