લોકસભા ચૂંટણી 2024ને હવે ગણતરીના દિવસો જ બાકી છે. આવી સ્થિતિમાં અભિનેતા આમિર ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમા આમિર ખાન એક ખાસ પાર્ટીને પ્રમોટ કરતો જોવા મળી રહ્યો છે. જોકે, અભિનેતાએ આ વીડિયોને નકલી ગણાવ્યો છે.
આમીર ખાની ટીમે શેર કર્યું નિવેદન
આમીર ખાનની ટીમે એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ જારી કરતા લખ્યું કે, – ‘અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે મિસ્ટર આમિર ખાને તેમની 35 વર્ષની કારકિર્દીમાં ક્યારેય કોઈ રાજકીય પક્ષને સમર્થન આપ્યું નથી. છેલ્લી ઘણી ચૂંટણીઓમાં આમિરે ચૂંટણી પંચના જનજાગૃતિ અભિયાનો દ્વારા જનજાગૃતિ વધારવાનો પ્રયાસ કર્યો છે. અમે હાલમાં જ એક વીડિયો વાયરલ થતો જોયો હતો, જેમાં કહેવામાં આવ્યું છે કે, આમિર ખાન એક ખાસ પાર્ટીનો પ્રચાર કરી રહ્યો છે. આ વીડિયો સંપુર્ણપણ ફેક છે. તેની નોંધ લેવી. તેમણે આ અંગે સંબંધિત અધિકારીઓને જાણ કરી છે. મુંબઈ પોલીસના સાયબર ક્રાઈમ સેલમાં FIR પણ નોંધવામા આવી છે. આમિર ખાને દરેકને મત આપવા અને ચૂંટણી પ્રેસનો ભાગ બનવા વિનંતી કરી છે.’
આમિર ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં કરિના કપૂર સાથે જોવા મળ્યો હતો.આ ફિલ્મને સારા રિવ્યુ મળ્યા પરંતુ બોક્સ ઓફિસ પર ફિલ્મ ખાસ કમાલ ન કરી શકી. હવે એક્ટર સિતારે જમીન પર ફિલ્મમાં જોવા મળશે.