Image: File Photo
Hardik Pandya Meets Son Agastya: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે છૂટાછેડા લીધા બાદ તેમનો પુત્ર અગસ્ત્ય પહેલીવાર તેના પિતાના ઘરે પહોંચ્યો છે. છૂટાછેડા લીધા બાદ નતાશા તેના પુત્ર સાથે પોતાના દેશ સર્બિયા જતી રહી હતી.
નતાશા લગભગ દોઢ મહિના પછી ભારત પરત આવી છે. સોશિયલ મીડિયા પર એક તસવીર ઝડપથી વાઈરલ થઈ રહી છે. જેમાં તેનો પુત્ર અગસ્ત્ય હાર્દિક પંડ્યાના ઘરે તેને મળવા પહોંચ્યો છે. જેની તસવીરો પંડ્યાની ભાભી પંખુરીએ સોશિયલ મીડિયા પર શેર કરી છે.
હકીકતમાં નતાશાએ હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડા લીધા બાદ પહેલી વખત તેના પુત્ર અગસ્ત્ય સાથે તેના ઘરે ગઈ હતી. હાર્દિકની ભાભી અને તેના મોટા ભાઈ કુણાલ પંડ્યાની પત્ની પંખુરી શર્માએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં અગસ્ત્ય તેના પિતરાઈ ભાઈ સાથે એન્જોય કરતો જોવા મળી રહ્યો છે. પંખુરી તેના બાળક અને અગસ્ત્ય સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરતી જોવા મળી રહી છે. પંખુરી 4 વર્ષના અગસ્ત્ય માટે એક પુસ્તક વાંચી રહી છે અને તેને વાર્તા સંભળાવી રહી છે.
આ પણ વાંચો: અટકળોનો અંત? IPL 2025માં આ ટીમમાંથી રમશે રોહિત શર્મા, MIએ આપ્યા સંકેત
તમને અહીં જણાવી દઈએ કે, હાર્દિક પંડ્યા અને નતાશાના લગ્ન વર્ષ 2020માં થયા હતા, તેમના પુત્ર અગસ્ત્યનો જન્મ વર્ષ 2021માં થયો હતો. પરંતુ જુલાઈ 2024માં બંનેએ એક સંયુક્ત નિવેદન દ્વારા અલગ થવાનો નિર્ણય લીધો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, અમે ચાર વર્ષ સુધી સાથે રહ્યા અને અમે સંબંધોને જાળવી રાખવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા, પરંતુ આખરે અમને લાગ્યું કે અલગ થવું એ જ બંને માટે શ્રેષ્ઠ વિકલ્પ રહેશે.’ બંનેએ પુત્ર અગસ્ત્યનું કો-પેરેન્ટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.