– 16 વર્ષ પહેલાં પ્રિયંકા-કંગનાની ફેશન આવી હતી

– સુપર  મોડલ્સના સ્થાને ગોઠવાઈ ગયેલા સ્ટાર્સ તથા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સની વાત હશે

મુંબઇ : મધુર ભંડારકર ‘ફેશન ટૂ ‘ પ્રોજેક્ટ હાથ ધરી રહ્યો છે. જોકે, તે ફિલ્મ બનાવશે કે વેબ સીરિઝ તે અંગે હજુ આખરી નિર્ણય  લેવાયો નથી. 

મધુર ભંડારકરના જણાવ્યા અનુસાર એક જમાનો સુપર મોડલ્સનો હતો. પરંતુ, હવે સુપર મોડલ્સ ગાયબ થઈ ગયા છે. શો સ્ટોપર્સ તરીકે ફિલ્મ સ્ટાર્સ જ જોવા મળે છે. બીજી તરફ નાના ગામની યુવતી પણ સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર તરીકે પ્રસિદ્ધિ મેળવી મોડલ બની જાય છે. આ બધી વાત ‘ફેશન ટૂ’માં આવરી લેવાશે. 

મધુર ભંડારકરની ‘ફેશન’માં પ્રિયંકા ચોપરા અને કંગના રણૌત સહિતના કલાકારો હતા. આ ફિલ્મમાં ફેશનની ગ્લેમરરસ દુનિયા પાછળની કાળી બાજુ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. મધુર ભંડારકરના જણાવ્યા અનુસાર ૧૬ વર્ષ પછી હવે દુનિયા એટલી બદલાઈ ગઈ છે કે આ પ્રોજેક્ટને એક ફિલ્મમાં સમાવી શકાશે કે કેમ અથવા તો પછી કોઈ વેબ  સીરિઝ બનાવવી પડશે તે અંગે પોતે વિચારી રહ્યો છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *