– અભિનેત્રીએ નાના પાટેકર પર પણ હેરેસમેન્ટનો આરોપ લગાડયો હતો
મુંબઇ : તનુશ્રી દત્તાએ દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીએ ભૂતકાળમાં તેની સાથે દુર્વ્યવહાર કર્યાનું શેર કર્યુ ંહતું. અભિનેત્રીનો એક ઇન્ટરવ્યુનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેણે વિવેક અગ્નિહોત્રીએ તેની સાથે ગેરવર્તણૂક કરી હોવાનું જણાવ્યું છે.
અભિનેત્રીએ ૨૦૦૫માં ચોકલેટ ફિલ્મમાં વિવેક અગ્નિહોત્રી સાથે કામ કર્યુ ંહતું. તે વીડિયોમાંકહેતી જોવા મળી રહી છેકે, વિવેક તેને શોર્ટ સ્કર્ટ પહેરાવીને સેટ પર બેસાડી રાખતો હતો. તેને આવા પરિધાન પહેરીને ેસેટ પર બેસતા સંકોચ થતો હતો. પરંતુ વિવેક ન તો તેને તેના ટૂંકા સ્કર્ટને ઢાંકવા દેતો હતો કે ન તો તેને વેનિટી વેનમાં બેસવા જવા દેતો હતો. બસ આખો દિવસ તેને સેટ પર ખુરશીમાં બેસાડી રાખતો હતો.
તેણે વધુમાં કહ્યુ ંહતું કે, ચોકલેટ ફિલ્મનું શૂટિંગ ૧૦૦ દિવસ સુધ ીચાલ્યુ ંહતું અને વિવેક અગ્નિહોત્રીએ તેને પૂરા ૧૦૦ દિવસ સુધી હેરાન કરી હતી. તેને પરેશાન કરવાની કોઇ તક છોડી નહોતી. તેને સેટ પર સૌથી પહેલા બોલાવી લેતો હતો,પરિસ્થિતિ ત્યાં સુધી વણસી હતી કે સેટ પર લાઇટ પણ ચાલુ ન થઇ હોય અને અંધારું એવી સ્થિતિમાં તેને સેટ પર પહોંચી જવું પડતુ ંહતું. જો જરા પણ તે સેટ પર મોડી પહોંચતી તો વિવેક તેને સહુ કોઇની હાજરીમાં બહુ ખરાબ રીતે દબડાવતો હતો. તેનું અપમાન કરવામા ંવિવેક કોઇ કસર છોડી નહોતી.
ઉલ્લેખનીય છે કે, મીટુ દરમિયાન તનુશ્રીએ નાના પાટેકર પર પણ હેરેસમેન્ટના આક્ષેપ કર્યા હતા.