Image Source: Twitter

J&K Encounter: જમ્મુ-કાશ્મીરમાં ડોડાના અસ્સર વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણના સમાચાર સામે આવી રહ્યા છે. ભારે ગોળીબાર વચ્ચે આતંકવાદીઓની તલાશ કરવામાં આવી રહી છે. આ અથડામણમાં એક આતંકી ઘાયલ થયો હોવાની માહિતી મળી રહી છે. આ વિસ્તારમાં લોહીના ધબ્બા મળી આવ્યા હતા, ત્યારબાદ સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સુરક્ષાદળોને એમ4 રાઈફલ મળી આવી છે. આ ઉપરાંત દારૂગોળો અને લોજિસ્ટિક્સ સામગ્રી પણ મળી આવી છે. આ સાથે જ ત્રણ બેગ પણ જપ્ત કરવામાં આવી છે. બીજી તરફ સર્ચ ટીમનું નેતૃત્વ કરતી વખતે એક સૈન્ય અધિકારી ઘાયલ થયાની પણ માહિતી મળી છે. 48 રાષ્ટ્રીય રાઈફલ્સના ભારતીય સેનાના એક જવાનનું બલિદાન થઈ ગયુ છે. 

મંગળવારે ઉધમપુરના તહસીલ રામનગરના ડૂડૂ બસંતગઢના પહાડી વિસ્તારમાં ચાર આતંકવાદીઓ નજર આવ્યા હતા. મોડી સાંજે સુરક્ષાદળોએ આતંકીઓની હાજરીને લઈને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોતાની તરફ સુરક્ષાદળોનો ઘેરો જોતા આતંકવાદીઓ સિયોજધારના રસ્તે અસ્સરથી પસાર થઈને જિલ્લા ડોડા તરફ નીકળી ગયા હતા. 

સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે સિયોજધાર વિસ્તારમાં આતંકવાદીઓ દેખાયા હતા પરંતુ તેઓ ધુમ્મસનો ફાયદો ઉઠાવીને નાસી છૂટ્યા હતા. સિયોજધાર વિસ્તારમાં ખરાબ હવામાનને કારણે એટલું ધુમ્મસ હતું કે, બે ફૂટના અંતર સુધી પણ જોવું મુશ્કેલ હતું. જેના કારણે સુરક્ષાદળોને સર્ચ ઓપરેશનમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આતંકવાદીઓના ગયા બાદ સુરક્ષા ળોએ ડોડા તરફ સુરક્ષા ઘેરો વધારી દીધો હતો. એક અઠવાડિયા પહેલા પણ ડૂડૂ બસંતગઢમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે ગોળીબાર થયો હતો. ત્યારે પણ આતંકવાદીઓ ભાગી ગયા હતા. એક અઠવાડિયાથી સુરક્ષાદળોએ જંગલમાં જ આ આતંકવાદીઓને ઘેરી લીધા હતા પરંતુ ખરાબ હવામાન આ આતંકવાદીઓ માટે ઢાલ બની રહ્યું છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *