Basit Ali on Ricky Ponting: તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીને લઈને એક ચોંકાવનારી ભવિષ્યવાણી કરી હતી. પોન્ટિંગે કહ્યું હતું કે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતને 3-1થી હરાવશે. પોન્ટિંગની આ ભવિષ્યવાણીને લઈને પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર બાસિત અલીએ પોન્ટિંગની મજાક ઉડાવી છે. તેણે કહ્યું કે, ભારતની સામે જીતવાની એકમાત્ર ફોર્મ્યુલા એ છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત ઘણાં મજબૂત ખેલાડીઓ મેદાનમાં જ ન ઉતરે. બાસિતે ઓસ્ટ્રેલિયાને જૂના ઘા યાદ અપાવતા કહ્યું કે, કાંગારૂઓએ અત્યારથી જ ‘માઈન્ડ ગેમ’ રમવાનું શરૂ કતી દીધું છે. ભારતે ઓસ્ટ્રેલિયાની ધરતી પર છેલ્લી બે ટેસ્ટ સીરિઝમાં જીતી મેળવી છે. તમને જણાવી દઈએ કે આગામી સમયમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાની ધરતી પર 19 નવેમ્બરથી 7 જાન્યુઆરી સુધી પાંચ મેચોની ટેસ્ટ સીરિઝ રમવાની છે. પહેલીવાર બંને દેશો પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં એકબીજા સામે ટકરાશે.
ઓસ્ટ્રેલિયા ભારતને કેવી રીતે હરાવી શકે?
બાસિતે જણાવ્યું કહ્યું કે, રિકી પોન્ટિંગે કહ્યું કે, ઓસ્ટ્રેલિયા ભારતને ટેસ્ટ સીરિઝમાં 3-1થી હરાવશે. આ બહુ મોટી વાત છે. ઓસ્ટ્રેલિયાએ અત્યારથી જ માઈન્ડ ગેમ રમવાનું શરૂ કરી દીધું છે. ભારતીય કોચ આ માઇન્ડ ગેમને સારી રીતે સમજે છે. ભારતે ઓસ્ટ્રેલિયામાં છેલ્લી બે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પોતાની નામે કરી હતી. એ સમય અને અત્યારના સમય વચ્ચે બહુ તફાવત નથી. હું માનું છું કે બીજી ટીમો માટે ઓસ્ટ્રેલિયાને ઓસ્ટ્રેલિયાના ઘરઆંગણે હરાવવું મુશ્કેલ છે પરંતુ ભારતે તેના છેલ્લા બે પ્રવાસમાં ઓસ્ટ્રેલિયાને હરાવી ચૂક્યું છે. પોન્ટિંગ દ્વારા આપવામાં આવેલ નિવેદન માત્ર માઈન્ડ ગેમ છે. હું ઓસ્ટ્રેલિયનોને સારી રીતે ઓળખું છું. સાથે જ બાસિતે ટોણો માર્યો કે ઓસ્ટ્રેલિયા ભારતને કેવી રીતે હરાવી શકે?
ઓસ્ટ્રેલિયન પીચની પહેલા જેવી હાલત નથી રહી
તેણે આગળ જણાવ્યું હતું કહ્યું, ‘ઓસ્ટ્રેલિયન ટીમ ઘરઆંગણે ભારતને 5-0થી હરાવશે પરંતુ ખબર છે કઈ રીતે? જો ભારત પાસે બોલિંગમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને બેટિંગમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ નહીં હોય તો મને લાગે છે કે ઓસ્ટ્રેલિયા જીત શકશે. પોન્ટિંગના નિવેદનથી લઇ રહ્યું છે કે તે ખૂબ જ ઉછાળવાળી પિચ બનાવશે. પહેલી ટેસ્ટ મેચ પર્થમાં છે. પર્થની પીચ પોતે જ સૌથી ખતરનાક છે, બાકીની તો માત્ર સપાટ પિચો છે. હવે ઓસ્ટ્રેલિયન પીચની પહેલા જેવી હાલત નથી રહી. શું ઑસ્ટ્રેલિયા પાસે ઘાસવળી અથવા ઉછાળવાળી પિચ બનાવવાની હિંમત છે? શું સ્ટીવ સ્મિથ આ વખતે ભારત સામે ઓપનિંગ કરશે?’
આ પણ વાંચો: PR શ્રીજેશને ભારતની યાદગાર વિદાય, 16 નંબરની જર્સી હંમેશા માટે રિટાયર્ડ
ભારતીય ટીમની બોલિંગ હવે ઘણી બદલાઈ ગઈ
ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે વધુમાં કહ્યું કે, ‘મેલબોર્ન, સિડની અને એડિલેડમાં યોજાનારી ટેસ્ટ મેચમાં ભારતનો દબદબો રહેશે. હું સરળતાથી કહી શકું છું કે આ ત્રણેય મેચોમાં પીચથી ભારતની બોલિંગ અને બેટિંગને 70 ટકા સપોર્ટ મળશે. તમે યાદ રાખો કે ભારતીય ટીમની બોલિંગ હવે ઘણી બદલાઈ ગઈ છે. જો ઝડપી બોલર મયંક યાદવ ફિટ થઈને ભારતીય ટીમમાં પરત આવે છે તો તે ઓસ્ટ્રેલિયા સામે મુશ્કેલી ઊભી કરી શકે છે. જેમ જેમ સીરિઝ નજીક આવશે, પોન્ટિંગ જેવા વધુ લોકો માઈન્ડ ગેમથી પ્રેરિત નિવેદનો આપશે. જ્યારે મેચ શરૂ થશે ત્યારે વાસ્તવિકતા જાણવા મળશે.’