Image: Facebook
IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર પ્લેયર રોહિત શર્માનો એક વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એમઆઈ વર્સેસ આરસીબી મેચનો છે. આ મેચમાં દિનેશ કાર્તિકે 23 બોલ પર 5 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 53 રનની ઈનિંગ રમી. તેની આ ઈનિંગના કારણે આરસીબી 196ના સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી. જોકે આ સ્કોર આરસીબી માટે જીતવા માટે પૂરતો નહોતો. મુંબઈ ઈન્ડિયન્સે લગભગ 15.3 ઓવરમાં તેને ચેજ કરીને સીઝનની બીજી જીત નોંધી.
જ્યારે દિનેશ કાર્તિક મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ બેટિંગ કરી રહ્યો હતો ત્યારે રોહિત શર્મા તેની મજા લઈ રહ્યો હતો. રોહિત શર્મા દિનેશ કાર્તિકને કહી રહ્યો હતો કે ‘શાબાશ ડીકે! તેને ટી20 વર્લ્ડ કપમાં સિલેક્શન માટે પુશ કરવાનો છે. તેના મગજમાં વર્લ્ડ કપ ચાલી રહ્યો છે.’
રોહિત શર્માની આ કમેન્ટ સ્ટમ્પ માઈકમાં કેદ થઈ ગઈ. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. દિનેશ કાર્તિકે 2022 ટી20 વર્લ્ડ કપમાં પણ IPLમાં પરફોર્મ કરીને પોતાનું સ્થાન બનાવ્યું હતું. દરમિયાન જો તેનું IPLમાં આ વર્ષ પણ સારુ રહ્યું તો તેના વર્લ્ડ કપમાં રમવાની તક વધી શકે છે.
ટી20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત 2 જૂનથી થશે. ICCના નિયમ અનુસાર દરેક ટીમને પોતાના સ્કવોડની જાહેરાત એક મહિના પહેલા કરવાની રહેશે. એપ્રિલના અંત સુધી BCCI ભારતીય સ્કવોડની જાહેરાત કરી દેશે તેવી આશા છે.